Astro

વાંચો તમારું 21 ઓગસ્ટ 2025 નું રાશિ ભવિષ્ય

By GS TEAM
21 Aug 20251 min read
વાંચો તમારું 21 ઓગસ્ટ 2025 નું રાશિ ભવિષ્ય

મેષ : આપના કામમાં કોઈને કોઈ રૂકાવટ-મુશ્કેલી આવ્યા કરે. આપે ધીરજ અને શાંતિથી દિવસ પસાર કરી લેવો. વાહન ધીરે ચલાવવું.

વૃષભ : આપના કામમાં હરિફવર્ગ-ઈર્ષ્યા કરનારવર્ગની પીછેહઠ થવાથી રાહત અનુભવો. બઢતી-બદલીના પ્રશ્ને સાનુકુળતા જણાય.

મિથુન : આપના કાર્યની સાથે સામાજિક-વ્યવહારિક કામમાં આપે વ્યસ્ત રહેવાનું બને. ધંધામાં આકસ્મિક ધરાકીથી આવક જણાય.

કર્ક : આપના ગણત્રી-ધારણા પ્રમાણેનું કામકાજ થવાથી આનંદ અનુભવો. ઈચ્છિત વ્યક્તિ સાથે મિલન-મુલાકાત થઈ શકે.

સિંહ : આપે રાજકીય-સરકારી કામમાં, ખાતાકીય કામમાં સાવધાની રાખવી પડે. આવેશ-ઉશ્કેરાટમાં આવી જવું નહીં. ખર્ચ જણાય.

કન્યા : આપના કામમાં આકસ્મિક સાનુકુળતા મળી રહેતાં કામનો ઉકેલ આવતો જાય. પરદેશના કામમાં પ્રગતિ જણાય.

તુલા : દિવસના પ્રારંભથી જ આપે સતત કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહેવાનું બને. જમીન-મકાન-વાહનના કામ થઈ શકે.

વૃશ્ચિક : દેશ-પરદેશના કામમાં, આયાત-નિકાસના કામમાં આપને સાનુકુળતા મળી રહે. યાત્રા-પ્રવાસનું આયોજન થાય.

ધન : આપે તન-મન-ધનથી વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. કૌટુંબિક-પારિવારીક ચિંતા રહે.

મકર : આપના કાર્યની સાથે જાહેર ક્ષેત્રના કામમાં, સંસ્થાકીય કામમાં વ્યસ્ત રહેવાનું બને. અન્યનો સહકાર મળી રહે.

કુંભ : આપના કામની સાથે બીજું કોઈ કામ આવી જતાં અન્ય સહકર્મીનું કામ આવી જતાં કાર્યભારમાં વધારો થાય.

મીન : આપના રૂકાવટ-વિલંબમાં અટવાઈ પડેલા કામનો ધીરે-ધીરે ઉકેલ આવતો જાય. વાણીની મીઠાશથી લાભ થાય.

- અગ્નિદત્ત પદમનાભ