મેષ : આપની બુદ્ધિ- અનુભવ- આવડત મહેનતથી આપના કામનો ઉકેલ લાવી શકો, વાણીની મીઠાશથી લાભ- ફાયદો જણાય.
વૃષભ : આપ હરો- ફરો- કામકાજ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ- રાહત જણાય નહીં. મિત્રવર્ગની ચિંતા જણાય.
મિથુન : આપના કામમાં ઉપરી વર્ગ, સહકાર્યકર વર્ગ, નોકર- ચાકર વર્ગનો સાથ- સહકાર મળી રહે, પરદેશના કામ થાય.
કર્ક : આપના કામમાં સાનુકૂળતા મળી રહે. બેંકના વીમા, કંપનીના, શેરોના કામમાં સરળતા રહે. કામનો ઉકેલ આવે.
સિંહ : આપના કામમાં વ્યસ્ત રહીને દિવસ પસાર કરી શકો. રાજકીય સરકારી કામમાં આપને સાનુકૂળતા મળી રહે.
કન્યા : આપના કામકાજમાં પ્રતિકૂળતા રહે, કોર્ટ- કચેરીના કામમાં ઉતાવળ કરવી નહીં. આપના ધાર્યા પ્રમાણેનું કામ થાય નહીં.
તુલા : સંતાનના પ્રશ્ને દોડધામ- શ્રમ જણાય પરંતુ ચિંતા પરેશાની ઓછી થાય, વાણીની મીઠાશથી કામમાં સરળતા જણાય.
વૃશ્ચિક : જમીન- મકાન- વાહનના કામમાં આપને સાનુકૂળતા મળી રહે પરંતુ દિવસ દરમ્યાન વ્યસ્તતા- દોડધામ રહે.
ધન : નોકરી- ધંધાના કામકાજ અંગે આપે બહાર કે બહારગામ જવાનું બને. ભાઈભાંડુનો સાથ- સહકાર મળી રહે.
મકર : આપે તન- મન- ધનથી વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. કૌટુંબિક- પારિવારિક ચિંતા જણાય.
કુંભ : આપના કાર્યમાં અન્યનો સહકાર મળી રહે. પરદેશના કામમાં પ્રગતિ જણાય, ઇચ્છિત વ્યક્તિની સાથે મુલાકાતથી આનંદ થાય.
મીન : આપના કાર્યની સાથે બીજું કોઈ કામ આવી જતાં, અન્ય સહકર્મીનું કામ આવી જતાં આપના કાર્યભારમાં વધારો થાય.
- અગ્નિદત્ત પદમનાભ


