Get The App

વાંચો તમારું 20 મેં 2026નું રાશિ ભવિષ્ય

Updated: May 20th, 2026

GS TEAM

Google News
Google News
વાંચો તમારું 20 મેં 2026નું રાશિ ભવિષ્ય 1 - image

મેષ : આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવું કામકાજ થવાથી આપને આનંદ જણાય. બઢતી બદલીના કામમાં પ્રગતિ જણાય.

વૃષભ : બેંકના, વીમા કંપનીના, શેરોના કામમાં સાનુકુળતા મળી રહે. કૌટુંબિક પારિવારીક કામકાજ અંગે વ્યસ્તતા દોડધામ રહે.

મિથુન : આપના ગણત્રી ધારણા પ્રમાણેનું કામકાજ થવાથી કામ કરવાનો ઉત્સાહ વધે. રાજકીય સરકારી કામ અંગે મુલાકાત થાય.

કર્ક : આપે કોર્ટ કચેરીના કામમાં ધીરજથી કામ લેવું. આવેશ-ઉશ્કેરાટમાં આવી જવું નહીં. વાદ-વિવાદ-ગેરસમજથી સંભાળવું પડે.

સિંહ : સીઝનલ ધંધામાં આપને ઘરાકી આવી જાય. આવક જણાય. આપના કાર્યની કદર પ્રશંસા થવાથી આનંદ અનુભવો.

કન્યા : દિવસના પ્રારંભથી જ આપે સતત કોઇને કોઈ કામમાં વ્યસ્ત રહેવું પડે. ધીરે ધીરે કામ ઉકેલાતાં રાહત થતી જાય.

તુલા : દેશ-પરદેશના કામમાં, આયાત-નિકાસના કામમાં આપને સાનુકુળતા મળી રહે. ભાઈભાંડુવર્ગનો સાથ સહકાર રહે.

વૃશ્ચિક : આપે તન-મન-ધનથી વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. કૌટુંબિક પારિવારીક પ્રશ્ને આપને ચિંતા રહે.

ધન : આપના અગત્યના કામકાજનો ઉકેલ આવતો જવાથી રાહત અનુભવાય. મહત્ત્વના નિર્ણય લેવાના હોય તો લઇ શકાય.

મકર : આપના કામમાં હરિફવર્ગ ઇર્ષ્યા કરનારવર્ગ મુશ્કેલી ઉભી કરવાના પ્રયાસ કરે. આકસ્મિક ખર્ચ ખરીદી જણાય.

કુંભ : આપની બુધ્ધિ અનુભવ આવડત મહેનતના આધારે કામનો ઉકેલ લાવી શકો. સંતાનના પ્રશ્ને ચિંતા ઓછી થાય.

મીન : આપ હરો ફરો કામકાજ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ રાહત જણાય નહીં. જમીન મકાન વાહનના કામમાં ધ્યાન રાખવું.

- અગ્નિદત્ત પદમનાભ