વાંચો તમારું 20 મે 2025નું રાશિ ભવિષ્ય
મેષ : આપના કામમાં આકસમિક સાનુકૂળતા મળી રહેતાં કામનો ઝડપથી ઉકેલ લાવી શકો. ધંધામાં લાભ, ફાયદો જણાય.
વૃષભ : દિવસના પ્રારંભથી જ આપે સતત કોઈ ને કોઈ કામમાં વ્યસ્ત રહેવાનું બને. જમીન-મકાન-વાહનના કામ થઈ શકે.
મિથુન : જેમ દિવસ પસાર થતો જાય તેમ આપને રાહત-શાંતિ થતાં જાય. આપના કામમાં વ્યસ્ત થતાં જાવ. આનંદ રહે.
કર્ક : વાહન ચલાવવાના સમયે વિચારોને કાબુમાં રાખવા પડે. સામાજિક-વ્યવહારિક કામમાં આપે ધ્યાન રાખવું પડે.
સિંહ : આપના કાર્યમાં અન્યનો સહકાર મળી રહે. મહત્વના કામનો ઉકેલ આવતો જાય. અગત્યના નિર્ણય લઈ શકાય.
કન્યા : આપના કાર્યની સાથે બીજું કોઈ કામ આવી જતાં, અન્ય સહકર્મીનું કામ આવી જતાં આપના કાર્યભાર-દોડધામ શ્રમ વધે.
તુલા : આપના રૂકાવટ-વિલંબમાં અટવાઈ પડેલાં કામનો ધીરે ધીરે ઉકેલ આવતો જાય. વાણીની મીઠાશથી કામમાં સરળતા રહે.
વૃશ્રિક : આપના કામમાં પ્રતિકૂળતા જણાય. જમીન-મકાન-વાહનના કામમાં ધીરજ રાખવી. ધર-પરિવારની ચિંતા અનુભવાય.
ધન : આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવી કામગીરી થવાથી આનંદ અનુભવાય. સંયુક્ત ધંધામાં ભાઈભાંડુનો સહકાર મળી રહે.
મકર : આપને કામકાજમાં સાનુકૂળતા મળી રહે. બેંકના, વીમા કંપનીના શેરોના કામકાજમાં આપને સરળતા જણાય.
કુંભ : માનસિક પરિતાપ-વ્યગ્રતા છતાં આપના કામમાં વ્યસ્ત રહેવાનો પ્રયાસ કરો. વિચારોની અસમંજસતા-દ્વિધા જણાય.
મીન : આપને કામમાં કોઈને કોઈ રૂકાવટ-મુશ્કેલી જણાય. તબીયતની અસ્વસ્થતાને લીધે કામ કરવાની ઇચ્છા થાય નહીં.
- અગ્નિદત્ત પદમનાભ