મેષ : આપની બુધ્ધિ- અનુભવ આવડત મહેનતથી આપના કામનો ઉકેલ લાવી શકો. સંતાનના પ્રશ્ને આપની ચિંતા પરેશાની ઘટે.
વૃષભ : નોકરી-ધંધે જાવ તો ઘર- પરિવારની ચિંતા આપને રહે અને ઘરે રહો તો નોકરી-ધંધાની ચિંતા આપને સતાવ્યા કરે.
મિથુન : આપના કાર્યમાં ઉપરીવર્ગ- સહકાર્યકર વર્ગ- નોકર- ચાકર વર્ગનો સાથ-સહકાર મળી રહે. પરદેશના કામમાં પ્રગતિ જણાય.
કર્ક : સીઝનલ ધંધામાં આપને આકસ્મિક ઘરાકી આવી જવાથી લાભ- ફાયદો જણાય. આપના કામની કદર-પ્રશંસા થાય.
સિંહ : આપના ગણત્રી-ધારણા પ્રમાણેનું કામકાજ થવાથી કામ કરવાનો ઉત્સાહ રહે. રાજકીય- સરકારી કામ થઇ શકે.
કન્યા : આપના કામમાં કોઇને કોઇ રૂકાવટ જણાય. કોર્ટ-કચેરીના કામમાં ઉતાવળ કરવી નહીં. નાણાકીય બાબતોમાં ધ્યાન રાખવું પડે.
તુલા : આપના કામમાં આકસ્મિક સાનુકુળતા મળી રહેતાં કામનો ઝડપથી ઉકેલ લાવી શકો. વાણીની મીઠાશથી કામમાં સરળતા રહે.
વૃશ્ચિક : આપના કાર્યની સાથે ઘર- પરિવાર- સગા સંબંધી વર્ગ મિત્રવર્ગના કામકાજ અંગે દોડધામ- શ્રમ રહે. કામનો ઉકેલ આવે.
ધન : દેશ-પરદેશના કામમાં, આયાત- નિકાસના કામમાં આપને સાનુકુળતા મળી રહે. ભાઈભાંડુ વર્ગનો સહકાર જણાય.
મકર : આપે તન-મન-ધનથી વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. કૌટુંબિક- પારિવારિક પ્રશ્ને ચિંતા ઉચાટ રહે.
કુંભ : આપના કાર્યની સાથે જાહેર ક્ષેત્રના કામમાં સંસ્થાકીય કામમાં આપે વ્યસ્ત રહેવાનું બને. અન્યનો સાથ-સહકાર જણાય.
મીન : આપના કાર્યમાં હરિફવર્ગ- ઇર્ષ્યા કરનારવર્ગની મુશ્કેલી અનુભવાય. આકસ્મિક ખર્ચના લીધે નાણાભીડ જણાય.
- અગ્નિદત્ત પદમનાભ


