વાંચો તમારું 20 જૂન 2025 નું રાશિ ભવિષ્ય
મેષ : રાજકીય સરકારી કામમાં ખાતાકીય કામમાં, કોર્ટ કચેરીના કામમાં મુશ્કેલી જણાય. વાદ-વિવાદથી સંભાળવું પડે.
વૃષભ : સિઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જવાથી લાભ જણાય. વાણીની મીઠાશથી કામમાં સરળતા રહે. પરદેશના કામ થાય.
મિથુન : સગા સંબંધીવર્ગ મિત્રવર્ગ ઘર પરિવારના કામમાં આપે વ્યસ્ત રહેવાનું બને. આપને દોડધામ શ્રમ અનુભવાય.
કર્ક : દેશ પરદેશના કામમાં, આયાત-નિકાસના કામમાં સાનુકુળતા મળી રહે. બઢતી બદલીના પ્રશ્ને પ્રગતિ જણાય.
સિંહ : આપના કામમાં પ્રતિકૂળતા જણાય. આપે તન-મન-ધનથી વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો.
કન્યા : આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી રાહત જણાય. મહત્ત્વના નિર્ણય લેવાના હોય તો લઇ શકાય. આનંદ રહે.
તુલા : આપના કામમાં હરિફવર્ગ ઇર્ષ્યા કરનારવર્ગ અડચણ ઉભી કરે. આપે ધીરજથી કામ લેવું. કામ અંગે દોડધામ રહે.
વૃશ્ચિક : આપની બુધ્ધિ અનુભવ આવડત મહેનતના આધારે કામનો ઉકેલ લાવી શકો. વાણીની મીઠાશથી કામ સરળ થાય.
ધન : આપ હરો ફરો કામકાજ કરો પરંતુ આપના હૃદય મનને શાંતિ રાહત જણાય નહીં. નોકર ચાકરવર્ગની મુશ્કેલી રહે.
મકર : આપને દેશ પરદેશના કામમાં, આયાત નિકાસના કામમાં સાનુકુળતા મળી રહે. મિલન મુલાકાત થઇ શકે.
કુંભ : આપના કામમાં સાનુકુળતા જણાય. બેંકના વીમા કંપનીના શેરોના કામમાં સરળતા રહે. કુટુંબ પરિવારનો સાથ રહે.
મીન : આપના ગણત્રી ધારણા પ્રમાણેનું કામકાજ થઇ શકે. રાજકીય સરકારી કામમાં વ્યસ્ત રહો. મિલન-મુલાકાત થાય.
- અગ્નિદત્ત પદમનાભ