Get The App

વાંચો તમારું 20 જાન્યુઆરી 2026નું રાશિ ભવિષ્ય

Updated: Jan 20th, 2026

GS TEAM

Google News
Google News
વાંચો તમારું 20 જાન્યુઆરી 2026નું રાશિ ભવિષ્ય 1 - image

મેષ : આપના કાર્યની સાથે ઘર-પરિવાર, સગા-સંબંધીવર્ગ, મિત્રવર્ગના કામકાજ અંગે દોડધામ વ્યસ્તતા જણાય. ખર્ચ જણાય.

વૃષભ : નોકરી-ધંધાના કામકાજ અંગે બહાર કે બહારગામ જવાનું બને. અગત્યના કામકાજ અંગેની મિલન-મુલાકાતમાં સાનુકુળતા રહે.

મિથુન : આપે તન-મન-ધનથી વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. કૌટુંબિક પારિવારીક પ્રશ્ને ચિંતા જણાય.

કર્ક : આપના કાર્યની સાથે સંસ્થાકીય કામકાજ, જાહેર ક્ષેત્રના કામમાં વ્યસ્તતા જણાય. રાજકીય સરકારી કામકાજ થઇ શકે.

સિંહ : આપના કાર્યની સાથે બીજું કોઈ કામ આવી જતાં, અન્ય સહકર્મીનું કામ આવી જતાં આપના કાર્યભારમાં વધારો થાય.

કન્યા : આપની બુધ્ધિ અનુભવ આવડત મહેનતથી આપના કામનો ઉકેલ લાવી શકો. આપના કાર્યની કદર પ્રશંસા થાય.

તુલા : આપ હરો ફરો કામકાજ કરો પરંતુ આપના હૃદય મનને શાંતિ રાહત જણાય નહીં. આરોગ્યની કાળજી રાખવી પડે.

વૃશ્ચિક : આપના કામમાં ઉપરીવર્ગ સહકાર્યકર વર્ગ નોકર ચાકરવર્ગનો સાથ સહકાર મળી રહે. મિલન-મુલાકાતમાં સરળતા રહે.

ધન : આપના કામકાજમાં સાનુકુળતા મળી રહે. કૌટુંબિક પારિવારીક કામ અંગે દોડધામ શ્રમ ખર્ચ જણાય. કામ ઉકેલાતાં રાહત રહે.

મકર : આપના અગત્યના કામકાજનો ઉકેલ લાવી શકો. રાજકીય સરકારી કામકાજ અંગે ખાતાકીય કામકાજ અંગે મિલન-મુલાકાત થાય.

કુંભ : કોર્ટ કચેરીના કામમાં આપને કોઇને કોઈ રૂકાવટ મુશ્કેલી રહ્યા કરે. બેંકના, વીમા કંપનીના, શેરોના કામમાં સાવધાની રાખવી.

મીન : આપના કામકાજમાં સંતાનનો સાથ સહકાર મળી રહેતાં રાહત રહે. વાણીની મીઠાશથી લાભ ફાયદો જણાય.

- અગ્નિદત્ત પદમનાભ