Get The App

વાંચો તમારું 20 ફેબ્રુઆરી 2026નું રાશિ ભવિષ્ય

Updated: Feb 20th, 2026

GS TEAM

Google News
Google News
વાંચો તમારું 20 ફેબ્રુઆરી 2026નું રાશિ ભવિષ્ય 1 - image

મેષ : રાજકીય- સરકારી કામકાજમાં, ખાતાકીય કામમાં આપને પ્રતિકૂળતા જણાય. આકસ્મિક ખર્ચ- ખરીદીના લીધે નાણાંભીડ અનુભવાય.

વૃષભ : આપના કાર્યમાં આકસ્મિક સાનુકૂળતા મળી રહેતા કામકાજનો ઝડપથી ઉકેલ લાવી શકો. પરદેશના કામમાં પ્રગતિ જણાય.

મિથુન : દિવસના પ્રારંભથી જ આપે સતત કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહેવાનું બને. જમીન- મકાન- વાહનના કામકાજમાં સાનુકૂળતા રહે.

કર્ક : દેશ- પરદેશના કામકાજમાં, આયાત- નિકાસના કામમાં આપને સાનુકૂળતા મળી રહે. નોકર- ચાકર વર્ગનો સાથ મળી રહે.

સિંહ : આપના અગત્યના કામમાં રૂકાવટ રહે. બેંકના, વીમા કંપનીના શેરોના કામકાજમાં સાવધાની રાખવી, ઉતાવળ કરવી નહીં.

કન્યા : મહત્ત્વના કામકાજ અંગેની મિલન મુલાકાતમાં સાનુકૂળતા મળી રહે. રાજકીય, સરકારી કામકાજ થઈ શકે, આનંદ રહે.

તુલા : સીઝનલ ધંધામાં આપે માલનો ભરાવો કરવો નહીં. ગ્રાહક વર્ગનું ધ્યાન રાખવું પડે. વાદ- વિવાદ- ગેરસમજથી સંભાળવું.

વૃશ્ચિક : આપના રૂકાવટ- વિલંબમાં અટવાઈ પડેલા કામનો ધીરે ધીરે ઉકેલ આવતા રાહત અનુભવો. સંતાનના કામ થઈ શકે.

ધન : નોકરી- ધંધે જાવ તો ઘર- પરિવારની ચિંતા રહે અને ઘરે રહો તો નોકરી- ધંધાની આપને ચિંતા રહ્યા કરે. ખર્ચ જણાય.

મકર : આપના યશ- પદ- ધનમાં વધારો થાય તેવું કામકાજ થવાથી આપને આનંદ રાહત રહે. સંયુક્ત ધંધામાં ભાઈભાંડુનો સાથ- સહકાર મળી રહે.

કુંભ : આપના કામકાજમાં સાનુકૂળતા મળી રહે. ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જાય. સામાજિક વ્યવહારિક કામકાજ જણાય.

મીન : આપના મહત્ત્વના કામકાજનો ઉકેલ આવવાથી રાહત જણાય. મહત્ત્વના નિર્ણય લેવાના હોય તો લઈ શકાય આનંદ રહે.

- અગ્નિદત્ત પદમનાભ