મેષ: યાત્રા-પ્રવાસ દરમ્યાન ધ્યાન રાખવું. અગત્યના કામકાજ અંગેની મિલન-મુલાકાત મુલતવી રાખવી. પરદેશના કાર્યમાં રૂકાવટ રહે.
વૃષભ : આપે તન-મન-ધનથી વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. સામાજિત વ્યવહારિક કામમાં આપે ઉતાવળ ન કરવી.
મિથુન : રાજકીય- સરકારી કામકાજમાં તકલીફ જણાય. સંસ્થાકીય કામમાં આપે ઉતાવળ કરવી નહીં. મહત્ત્વના નિર્ણય લેવા નહીં.
કર્ક : આપના કાર્યમાં હરિફવર્ગ-ઇર્ષ્યા કરનારવર્ગનો સામનો કરવો પડે. સાસરીપક્ષ- મોસાળપક્ષે ચિંતાનું આવરણ આવી જાય.
સિંહ : આપે વાણીની સંયમતા રાખીને પોતાનું કામકાજ કરવું. સંતાનના પ્રશ્ને આપને ચિંતા-ઉચાટ રહે. પરદેશના કાર્યમાં ધ્યાન રાખવું.
કન્યા : આપ હરો-ફરો- કામકાજ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ-રાહત જણાય નહીં. જમીન-મકાન- વાહનના કામમાં રૂકાવટ રહે.
તુલા : અડોશ-પડોશમાં, ભાઈભાંડુ વર્ગ- સગા- સંબંધીવર્ગ સાથે વાદ-વિવાદથી સંભાળવું પડે. બઢતી-બદલીના કાર્યમાં મુશ્કેલી જણાય.
વૃશ્ચિક : બેંકના, વીમા કંપનીના, શેરોના કામકાજમાં આપે સાવધાની રાખવી પડે. ઉતાવળ કરવી નહીં. કુટુંબ-પરિવારની ચિંતા રહે.
ધન : માનસિક-પરિતાપ-વ્યગ્રતા છતાં આપના કામમાં વ્યસ્ત રહેવાનો પ્રયાસ કરો. વિચારોની અસમંજસતા-દ્વિધા, રહ્યા કરે.
મકર : રાજકીય-સરકારી કામમાં, ખાતાકીય કામમાં, કોર્ટ-કચેરીના કામમાં આપને પ્રતિકૂળતા જણાય. વાદ-વિવાદથી સંભાળવું પડે.
કુંભ : આપે મહત્ત્વના નિર્ણય લેવામાં ઉતાવળ કરવી નહીં. સંતાનના પ્રશ્ને દોડધામ-શ્રમ- ખર્ચ જણાય. સીઝનલ ધંધામાં ધ્યાન રાખવું.
મીન : નોકરી-ધંધાના કામમાં આપે ધીરજ અને શાંતિ રાખીને કામકાજ કરી લેવું. મિત્રવર્ગ સાથે વાદ-વિવાદથી સંભાળવુ પડે ખર્ચ જણાય.
- અગ્નિદત્ત પદમનાભ


