Get The App

વાંચો તમારું 02 ફેબ્રુઆરી 2024નું રાશિ ભવિષ્ય

Updated: Feb 2nd, 2024

GS TEAM

Google News
Google News
વાંચો તમારું 02 ફેબ્રુઆરી 2024નું રાશિ ભવિષ્ય 1 - image

મેષ : આપના મહત્ત્વના કામનો ઉકેલ આવવાથી રાહત જણાય. રાજકીય સરકારી કામકાજ અંગે મિલન-મુલાકાત થાય.

વૃષભ : આપના કાર્યને પૂર્ણ કરવા માટે દોડધામ શ્રમ જણાય. મોસાળ પક્ષ સાસરીપક્ષનું કામકાજ રહે.

મિથુન : આપની બુધ્ધિ મહેનત અનુભવ આવડતથી આપના કામનો ઉકેલ લાવી શકો. સંતાનથી હર્ષ-લાભ રહે.

કર્ક : આપને કામમાં કોઇને કોઈ રૂકાવટ મુશ્કેલી અનુભવાય. જમીન મકાન-વાહનની લે-વેચના કામમાં ઉતાવળ કરવી નહીં.

સિંહ : આપના કાર્યમાં ઉપરીવર્ગ સહકાર્યકર વર્ગ નોકર ચાકર વર્ગનો સાથ સહકાર મળી રહે. પરદેશના કામ થાય.

કન્યા : આપના કાર્યની સાથે અન્ય કામમાં વ્યસ્ત રહેવાનું બને. બેંકના વીમા કંપનીના, શેરોના કામમાં સાનુકુળતા રહે.

તુલા : આપના કામમાં વ્યસ્ત રહિને દિવસ પસાર કરી શકો. અગત્યના નિર્ણય લેવાના હોય તો લઇ શકાય.

વૃશ્ચિક : રાજકીય સરકારી કામકાજમાં આપને પ્રતિકૂળતા જણાય. નાણાંકીય લેવડ દેવડમાં સાવધાની રાખવી પડે.

ધન : આપના કામમાં આકસ્મિક સાનુકુળતા મળી રહે તો કામનો ઝડપથી ઉકેલ લાવી શકો. સંતાનના પ્રશ્ને ચિંતા દૂર થાય.

મકર : દિવસના પ્રારંભથી જ આપે સતત કોઇને કોઇ કામમાં વ્યસ્ત રહેવાનું બને. કામનો ઉકેલ આવતા રાહત રહે.

કુંભ : નોકરી-ધંધાના કામકાજ અંગે બહાર કે બહારગામ જવાનું અને દેશ-પરદેશના કામમાં સાનુકુળતા રહે.

મીન : આપે તન-મન-ધનથી વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. વાદ-વિવાદથી સંભાળવું પડે.

.- અગ્નિદત્ત પદમનાભ