મેષ : જેમ દિવસ પસાર થતો જાય તેમ આપના રૂકાવટ વિલંબમાં અટવાઈ પડેલા કામનો ઉકલ આવતો જાય, આનંદ રહે.
વૃષભ : આપના કાર્યમાં કોઈને કોઈ રૂકાવટ- મુશ્કેલી આવ્યા કરે, જમીન મકાન વાહનના કામમાં આપે ઉતાવળ કરવી નહીં.
મિથુન : આપના યશ- પદ- ધનમાં વધારો થાય તેવી કાર્યરચના થવાથી આનંદ અનુભવો, ભાઈભાંડુનો સહકાર મળી રહે.
કર્ક : આપના કાર્યની સાથે સામાજિક- વ્યવહારિક કામમાં વ્યસ્ત રહેવું પડે. ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જાય.
સિંહ : માનસિક પરિતાપ વ્યગ્રતા છતાં આપના કામમાં વ્યસ્ત રહેવાનો પ્રયાસ કરો, વિચારોની દ્વિધા અસમંજસતા જણાય.
કન્યા : રાજકીય- સરકારી કામમાં, ખાતાકીય કામમાં આપને મુશ્કેલી જણાય, વાદ- વિવાદ ગેરસમજ મનદુ:ખ પછી સંભાળવુ પડે.
તુલા : આપના કાર્યમાં આકસ્મિક સાનુકૂળતા મળી રહેતા કામનો ઝડપથી ઉકેલ લાવી શકો. સંતાનના પ્રશ્ને ચિંતા ઓછી થતી જાય.
વૃશ્ચિક : જેમ- જેમ દિવસ પસાર થતો જાય તેમ તેમ આપે સતત કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહેવાનું થાય. ખર્ચ- ખરીદી જણાય.
ધન : દેશ- પરદેશના કામમાં, આયાત- નિકાસના કામમાં આપને સાનુકૂળતા મળી રહે. નોકર- ચાકર વર્ગનો સાથ સહકાર મળી રહે.
મકર : જેમ દિવસ પસાર થાય તેમ આપને કામમાં પ્રતિકૂળતા જણાય, નાણાંકીય લેવડ-દેવડમાં સાવધાની રાખવી, વાહન ધીરે ચલાવવું.
કુંભ : આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી રાહત જણાય, મહત્ત્વના નિર્ણય લેવાના હોય તો લઈ શકાય હર્ષ-લાભ રહે.
મીન : આપના કામમાં હરિફ વર્ગ ઇર્ષ્યા કરનાર વર્ગ મુશ્કેલી ઉભી કરે. સીઝનલ ધંધામાં ગ્રાહક વર્ગનું ધ્યાન રાખવું.
- અગ્નિદત્ત પદમનાભ


