મેષ : આપના કામમાં ઉપરીવર્ગ-સહકાર્યકરવર્ગ-નોકર-ચાકરવર્ગનો સાથ સહકાર મળી રહે. મિલન-મુલાકાત થઈ શકે.
વૃષભ : આપના કાર્યની સાથે અન્ય કામમાં વ્યસ્ત રહેવાનું બને. કુટુંબ-પરિવારને સહયોગ મળી રહેતાં કામનો ઉકેલ આવે.
મિથુન : માનસિક પરિતાપ વ્યગ્રતાં છતાં આપના કામમાં વ્યસ્ત રહેવાનો પ્રયાસ કરો. વિચારોની અસમંજસતા-દ્વિધા અનુભવાય.
કર્ક : આપે રાજકીય-સરકારી કામમાં ખાતાકીય કામમાં ઉતાવળ કરવી નહીં. આકસ્મિક ખર્ચ - ખરીદીના લીધે નાંણાભીડ રહે.
સિંહ : આપના કામમાં આકસ્મિક સાનુકૂળતા મળી રહેતાં દોડધામ શ્રમમાં ઘટાડો થતો જાય. કામનો ઉકેલ આવતાં રાહત રહે.
કન્યા : જમીન-મકાન-વાહનના કામમાં આપને સાનુકૂળતા મળી રહે. સામાજિક-વ્યવહારિક કામ અંગે વ્યસ્થતા રહે.
તુલા : નોકરી-ધંધાના કામકાજ અંગે બહાર કે બહારગામ જવાનું બને. અગત્યના કાર્ય અંગેની મિલન-મુલાકાત થઈ શકે.
વૃશ્ચિક : દિવસના પ્રારંભથી જ આપને સુસ્તી-બેચેનીનો અનુભવ થાય. તબીયતની અસ્વસ્થતાને લીધે કામ કરવાની ઈચ્છા થાય નહીં.
ધન : રાજકીય-સરકારી કામકાજ અંગે મિલન-મુલાકાત થઈ શકે. જાહેરક્ષેત્રના કામમાં, સંસ્થાકીય કામમાં દોડધામ જણાય.
મકર : આપના કાર્યની સાથે બીજું કોઈ કામ આવી જતાં, અન્ય સહકર્મીનું કામ આવી જતાં આપના કાર્યભારમાં વધારો થાય.
કુંભ : આપના રૂકાવટ-વિલંબમાં અટવાઈ પડેલા કામનો ધીરે-ધીરે ઉકેલ આવતો જાય. વાણીની મીઠાશથી કામમાં સરળતા રહે.
મીન : આપના ગણત્રી-ધારણા પ્રમાણેનું કામકાજ ન થવાથી ઉચાટ-ઉદ્વેગ રહ્યા કરે. મિત્રવર્ગની ચિંતા જણાય.
- અગ્નિદત્ત પદમનાભ


