મેષ : આપના કામકાજમાં કોઈને કોઈ રૂકાવટ-મુશ્કેલી રહ્યા કરે. નાણાંભીડ-લેવડદેવડની બાબતમાં સાવધાની રાખવી.
વૃષભ : આપના કામકાજમાં ઉકેલ લાવવા માટે દોડધામ-શ્રમ રહે. સંતાનના પ્રશ્ને આપની ચિંતા-મુશ્કેલીમાં વધારો થાય.
મિથુન : દિવસ દરમ્યાન આપના કામમાં વ્યસ્ત રહેવાનો પ્રયાસ કરો. પરંતુ કામમાં મુશ્કેલીનો અનુભવ થાય. માતૃપક્ષની ચિંતા રહે.
કર્ક : દેશ-પરદેશના કામમાં, આયાત-નિકાસના કામમાં આપને મુશ્કેલી જણાય. મિલન-મુલાકાત મુલતવી રાખવા.
સિંહ : દિવસના પ્રારંભથી જ આપને સુસ્તી-બેચેની જેવું લાગ્યા કરે. તબીયતની અસ્વસ્થતા જણાય. કામકાજમાં પ્રતિકૂળતા જણાય.
કન્યા : રાજકીય-સરકારી કામકાજ અંગેની મિલન-મુલાકાતમાં ઉતાવળ કરવી નહીં. સંસ્થાકીય કામમાં, જાહેર ક્ષેત્રના કામમાં ધ્યાન રાખવું પડે.
તુલા : મોસાળ પક્ષે-સાસરી પક્ષે બીમારી-ચિંતા-દોડધામનું આવરણ આવી જાય. વાદ-વિવાદ-ગેરસમજ-મનદુ:ખથી સંભાળવું પડે.
વૃશ્ચિક : આપે મહત્વના નિર્ણય લેવામાં ઉતાવળ કરવી નહીં. વાણીની સંયમતા રાખીને કામકાજ કરવું. ખર્ચ જણાય.
ધન : નોકરી-ધંધે જાવ તો ઘર-પરિવારની ચિંતા રહ્યા કરે અને ઘરે રહો તો નોકરી-ધંધાની ચિંતા આપને સતાવ્યા કરે.
મકર : ઉપરી વર્ગ- સહકાર્યકર વર્ગ-નોકર-ચાકર વર્ગની તકલીફ જણાય. યાત્રા-પ્રવાસ દરમ્યાન આપે સાવધાની રાખવી પડે.
કુંભ : બેંકના, વીમા કંપનીના શેરોના કામકાજમાં આપે ઉતાવળ કરવી નહીં. સામાજિક-વ્યવહારિક કામમાં મુશ્કેલી જણાય.
મીન : માનસિક પરિતાપ-વ્યગ્રતા રહ્યા કરે. વિચારોની દ્વિધા-અસમંજસતાને લીધે કામકાજમાં વિલંબ જણાય.
- અગ્નિદત્ત પદમનાભ


