વાંચો તમારું 19 March 2025 નું રાશિ ભવિષ્ય
મેષ : આપના કાર્યમાં અન્યનો સાથ મળી રહે. બપોર સુધી આપને કામમાં સાનુકુળતા રહે, ત્યારબાદ આપે કામમાં ઉતાવળ ન કરવી.
વૃષભ : આકસ્મિક ખર્ચ ખરીદી જણાય. કોર્ટ કચેરીના કામમાં સાસરીપક્ષ મોસાળપક્ષના કામમાં આપે વ્યસ્ત રહેવું પડે.
મિથુન : વાણીની મીઠાશથી આપને કામમાં સરળતા જણાય. સીઝનલ ધંધામાં લાભ ફાયદો મળી રહે. બપોર પછી મધ્યમ.
કર્ક : નોકરી ધંધે જાવ તો ઘર પરિવારની અને ઘરે રહો તો નોકરી ધંધાની ચિંતા આપને સતાવ્યા કરે. બપોર પછી રાહત થતી જાય.
સિંહ : ધંધામાં નવી કોઈ વાતચીત આવે કે ઓર્ડર મળી રહે પરંતુ બપોર પછી આપે કામકાજમાં સાવધાની રાખવી પડે.
કન્યા : આપના કાર્યની સાથે બેંકના વીમા કંપનીના, શેરોના કામમાં આપે વ્યસ્ત રહેવાનું બને. ધીરે ધીરે કામનો ઉકેલ આવતો જાય.
તુલા : માનસિક પરિતાપ વ્યગ્રતા છતાં આપના કામમાં વ્યસ્ત રહેવાનો પ્રયાસ કરો. બપોર પછી આપને રાહત થતી જાય.
વૃશ્ચિક : આપે વાદ-વિવાદ-ગેરસમજ મનદુ:ખથી સંભાળવું પડે. દિવસ દરમ્યાન ઉચાટ ઉદ્વેગ રહ્યા કરે. ખર્ચ જણાય.
ધન : આપના કાર્યમાં સાનુકુળતા રહે. પરંતુ જેમ દિવસ પસાર થતો જાય તેમ કામમાં પ્રતિકૂળતાનો અનુભવ થતો જાય.
મકર : આપના કામમાં વ્યસ્ત રહીને દિવસ પસાર કરી શકો. જેમ દિવસ પસાર થાય તેમ દોડધામ શ્રમમાં ઘટાડો થતો જાય.
કુંભ : પરદેશના કામકાજ અંગેની મિલન મુલાકાતમાં સરળતા રહે. બપોર પછી કામકાજ અંગેની વ્યસ્તતામાં વધારો થાય.
મીન : સીઝનલ વાયરલ બીમારીથી આપે સંભાળવું પડે. નાણાંકીય લેવડ દેવડમાં ધ્યાન રાખવું. બપોર પછી રાહત થતી જાય.
- અગ્નિદત્ત પદમનાભ