વાંચો તમારું 19 જૂન 2025 નું રાશિ ભવિષ્ય
મેષ : આપે આવેશ-ઉશ્કેરાટમાં આવ્યા વગર શાંતિથી કામ કરવું. કોઇના દોરવાયા દોરવાઈ જવું નહીં. ખર્ચ-ખરીદી જણાય.
વૃષભ : આપના કામમાં સાનુકૂળતા થતાં ધીમે ધીમે આપના કામનો ઉકેલ લાવતાં જાવ. દોડધામ-શ્રમમાં ઘટાડો થતો જાય.
મિથુન : જમીન-મકાન-વાહનના કામ થતાં જાય. આપના કામમાં વ્યસ્ત રહીને દિવસ પસાર કરી શકો. પરિવારનો સાથ રહે.
કર્ક : જેમ દિવસ પસાર થતો જાય તેમ આપને રાહત-શાંતિ થતી જાય. આપના કામમાં સાનુકૂળતા થતી જાય. આનંદ રહે.
સિંહ : દિવસના પ્રારંભથી તબીયતની અવ્યવસ્થા જેવું લાગ્યા કરે. સુસ્તી-બેચેની અનુભવાય. અનિચ્છાએ કામ કરવામાં ભૂલો થાય.
કન્યા : આપના કાર્યમાં અન્યનો સાથ મળી રહે. જાહેર ક્ષેત્રના કામમાં, સંસ્થાકીય કામમાં આપને સાનુકૂળતા જણાય.
તુલા : આપના કામકાજને પૂર્ણ કરવા માટે દોડધામ-શ્રમ રહે. કોર્ટ-કચેરીના કામ અંગે વ્યસ્તતા જણાય. ખર્ચ જણાય.
વૃશ્ચિક : આપના રૂકાવટ-વિલંબમાં અટવાઈ પડેલા કામનો ધીરે-ધીરે ઉકેલ આવતાં આપને રાહત થાય. સંતાનનો સાથ રહે.
ધન : આપને કામમાં પ્રતિકૂળતા રહે. નોકરી-ધંધે જાવ તો ઘર પરિવારની ચિંતા રહે અને ઘરે રહો તો નોકરી-ધંધાની ચિંતા આપને સતાવ્યા કરે.
મકર : આપના કાર્યની કદર-પ્રશંસા થાય. ઉપરીવર્ગ-સહકાર્યકરવર્ગ-નોકરચાકરવર્ગ આપને મદદરૂપ થાય.
કુંભ : આપના કાર્યની સાથે સામાજિક-વ્યવહારિક કામમાં વ્યસ્ત રહો. ધંધામાં આકસ્મિક ઘરાકીથી આવક જણાય.
મીન : માનસિક પરિતાપ-વ્યગ્રતા છતાં આપના કામમાં વ્યસ્ત રહેવાનો પ્રયાસ કરો. વિચારોની દ્વિધા-અસમંજસતા જણાય.
- અગ્નિદત્ત પદમનાભ