વાંચો તમારું 19 જુલાઈ 2025 નું રાશિ ભવિષ્ય
મેષ : આપના ગણત્રી ધારણા પ્રમાણેનું કામકાજ થવાથી આનંદ જણાય. મહત્ત્વના નિર્ણય લેવામાં સરળતા મળી રહે.
વૃષભ : રાજકીય સરકારી કામમાં ખાતાકીય કામમાં રૂકાવટ મુશ્કેલી અનુભવાય. નાણાંકીય લેવડ દેવડમાં સાવધાની રાખવી પડે.
મિથુન : સીઝનલ ધંધામાં આપને આકસ્મિક ઘરાકી આવી જતાં આનંદ રહે. પરદેશના કામમાં સાનુકુળતા મળી રહે.
કર્ક : દિવસના પ્રારંભથી જ આપે સતત કોઇને કોઈ કામકાજમાં વ્યસ્ત રહેવાનું થાય. સામાજિક વ્યવહારિક કામકાજ રહે.
સિંહ : દેશ પરદેશના કામમાં આયાત નિકાસના કામમાં આપને સાનુકુળતા મળી રહે. અગત્યના કામકાજ અંગે મુલાકાત થઇ શકે.
કન્યા : દિવસના પ્રારંભથી જ આપને સુસ્તી બેચેની જેવું લાગ્યા કરે. તબીયતની અસ્વસ્થતા જણાય. કામ કરવાની ઇચ્છા થાય નહીં.
તુલા : આપના કાર્યની સાથે સંસ્થાકીય કામમાં, જાહેર ક્ષેત્રના કામમાં વ્યસ્ત રહેવાનું થાય. રાજકીય સરકારી કામકાજ થઇ શકે.
વૃશ્ચિક : આપના કાર્યમાં હરિફ વર્ગ ઇર્ષ્યા કરનાર વર્ગની મુશ્કેલી જણાય. સીઝનલ ધંધામાં ગ્રાહક વર્ગનું ધ્યાન રાખવું પડે.
ન : આપની મહેનત બુધ્ધિ અનુભવ આવડતથી આપના કામનો ઉકેલ લાવી શકો. સંતાનનો સહકાર મળી શકે.
મકર : આપ હરો ફરો કામકાજ કરો પરંતુ આપના હૃદય મનને શાંતિ રાહત જણાય નહીં. ઘર પરિવારની ચિંતા જણાય.
કુંભ : આપના કામમાં ઉપરીવર્ગ સહકાર્યકર વર્ગ નોકર ચાકરવર્ગનો સાથ સહકાર મળી રહે. પરદેશના કામમાં પ્રગતિ જણાય.
મીન : આપના કામમાં સાનુકુળતા મળી રહે. કૌટુંબિક પારિવારીક કામકાજ અંગે દોડધામ શ્રમ ખર્ચ જણાય ચિંતા રહે.
- અગ્નિદત્ત પદમનાભ