મેષ : આપને દિવસના પ્રારંભથી જ સુસ્તી-બેચેની અનુભવાય. તબિયતની અસ્વસ્થતા જણાય. કામ કરવાની ઇચ્છા થાય નહીં. ખર્ચ જણાય.
વૃષભ : આપના કાર્યની સાથે જાહેર ક્ષેત્રના કામમાં, સંસ્થાકીય કામમાં વ્યસ્ત રહો. રાજકીય-સરકારી કામ અંગે મુલાકાત થઈ શકે.
મિથુન : આપના કાર્યની સાથે બીજું કોઈ કામ આવી જતાં, અન્ય સહકર્મીનું કામ આવી જતાં આપના કાર્યભારમાં વધારો જણાય.
કર્ક : આપની મહેનત-બુદ્ધિ-અનુભવ-આવડતથી કામનો ઉકેલ લાવી શકો. સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જાય.
સિંહ :આપ હરો-ફરો-કામકાજ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ-રાહત જણાય નહીં. માતૃપક્ષે બીમારી-ચિંતાનું આવરણ આવી જાય.
કન્યા : આપના કાર્યમાં ઉપરીવર્ગ-સહકાર્યકરવર્ગ-નોકર-ચાકરવર્ગનો સાથ-સહકાર મળી રહે. મિલન-મુલાકાતથી આનંદ થાય.
તુલા : આપના કાર્યની સાથે સામાજિક-વ્યવહારિક, કૌટુંબિક-પારિવારિક કામમાં આપે વ્યસ્ત રહેવાનું થાય. આનંદ રહે.
વૃશ્ચિક : આપના ગણત્રી-ધારણા પ્રમાણેનું કામકાજ થવાથી કામ કરવાનો ઉત્સાહ રહે. ઇચ્છિત વ્યક્તિ સાથે મિલન-મુલાકાત થઈ શકે.
ધન : આપે બેંકના, વીમા કંપનીના કામમાં, શેરોના કામમાં ઉતાવળ કરવી નહીં. હરિફવર્ગ-ઇર્ષ્યા કરનાર વર્ગ મુશ્કેલી ઉભી કરે.
મકર : આપના કાર્યની કદર-પ્રશંસા થવાથી આનંદ અનુભવો. સંતાનના પ્રશ્ને ખર્ચ-ખરીદી જણાય. પરદેશના કામ થઈ શકે.
કુંભ : આપના કાર્યની સાથે ઘર-પરિવાર-સગા-સંબંધીવર્ગ-મિત્રવર્ગના કામમાં વ્યસ્ત રહો. કામનો ધીરે ધીરે ઉકેલ આવતો જાય.
મીન : નોકરી-ધંધાના કામ માટે બહાર કે બહારગામ જવાનું બને. જૂના સ્વજન-સ્નેહિ, મિત્રવર્ગની આકસ્મિક મુલાકાતથી આનંદ રહે.
- અગ્નિદત્ત પદમનાભ


