મેષ : આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવું કામકાજ થવાથી આનંદ રહે. સંયુક્ત ધંધામાં ભાઈભાંડુનો સાથ-સહકાર રહે.
વૃષભ : આપના કામમાં સાનુકૂળતા જણાય. બેંકના, વીમા કંપનીના, શેરોના કામમાં સરળતા થતી જાય. ધંધામાં આવક જણાય.
મિથુન : આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી રાહત થતી જાય. મહત્વના નિર્ણય લેવામાં સાનુકૂળતા મળી રહે.
કર્ક : આપે રાજકીય-સરકારી કામમાં, ખાતાકીય કામમાં સંભાળવું પડે. આકસ્મિક ખર્ચ-ખરીદીના લીધે નાણાંભીડ જણાય.
સિંહ : આપના કામમાં આકસ્મિક સાનુકૂળતા આવી જતાં કામનો ઉકેલ આવતો જાય. પરદેશના કામમાં પ્રગતિ જણાય.
કન્યા : આપના કાર્યની સાથે ઘર-પરિવાર, મિત્રવર્ગ-સગા-સંબંધીવર્ગના કામકાજમાં વ્યસ્ત રહેવું પડે. આનંદ રહે.
તુલા : આયાત-નિકાસના કામમાં, દેશ-પરદેશના કામમાં આપને સાનુકૂળતા મળી રહે. ધર્મકાર્ય થઈ શકે.
વૃશ્ચિક : આપે તન-મન-ધનથી- વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. કૌટુંબિક-પારિવારીક પ્રશ્ને ચિંતા રહે.
ધન : આપના કાર્યની સાથે સંસ્થાકીય કાર્ય, જાહેરક્ષેત્રના કામમાં વ્યસ્ત રહેવાનું બને. અન્યનો સહકાર મળી રહે.
મકર : આપના કાર્યની સાથે બીજું કોઈ કામ આવી જતાં, અન્ય સહકર્મીનું કામ આવી જતાં આપના કાર્યભારમાં વધારો થાય.
કુંભ : આપની બુદ્ધિ-અનુભવ-આવડત- મહેનતથી આપના કામનો ઉકેલ લાવી શકો. સંતાનના પ્રશ્ને દોડધામ-શ્રમ જણાય.
મીન : આપ હરો-ફરો-કામકાજ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ-રાહત જણાય નહીં. ઘર-પરિવારની ચિંતા અનુભવાય.
- અગ્નિદત્ત પદમનાભ


