વાંચો તમારું 18 સપ્ટેમ્બર 2025 નું રાશિ ભવિષ્ય

મેષ : આપ હરો-ફરો-કામકાજ કરો પરંતુ આપનાં હૃદય-મનને શાંતિ-રાહત જણાય નહીં. કામકાજમાં પ્રતિકૂળતા જણાય.
વૃષભ : આપના કાર્યમાં સહકાર્યકર વર્ગ - નોકર-ચાકર વર્ગનો સાથ-સહકાર મળી રહે. યાત્રા-પ્રવાસનું આયોજન થાય.
મિથુન : આપના કાર્યની સાથે કૌટુંબિક-પારિવારીક કામકાજ અંગે વ્યસ્તતા-દોડધામ-ખર્ચ જણાય. કામનો ઉકેલ આવે.
કર્ક : આપના ગણત્રી-ધારણા પ્રમાણેનું કામકાજ થવાથી આનંદ રહે. મહત્વના નિર્ણય લેવાના હોય તો લઈ શકાય.
સિંહ : રાજકીય-સરકારી કામમાં, ખાતાકીય કામમાં, કોર્ટ-કચેરીના કામમાં આપને રૂકાવટ-મુશ્કેલી જણાય. ઉતાવળ ન કરવી.
કન્યા : આપના કાર્યની કદર-પ્રશંસા થવાથી કામ કરવાનો આનંદ રહે. સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી જણાય.
તુલા : દિવસના પ્રારંભથી જ આપે સતત કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહેવાનું બને. ઘર-પરિવાર અંગે દોડધામ જણાય.
વૃશ્ચિક : નોકરી-ધંધાના કામકાજ અંગે બહાર કે બહારગામ જવાનું બને. સંયુક્ત ધંધામાં ભાઈભાંડુનો સહકાર મળી રહે.
ધન : આપને તન-મન-ધનથી વાહનથી સંભાળીને દિવસ પસાર કરવો પડે. કૌટુંબિક-પારિવારીક પ્રશ્ને ચિંતા જણાય.
મકર : આપના કાર્યની સાથે જાહેર ક્ષેત્રના કામમાં, સંસ્થાકીય કામમાં વ્યસ્ત રહેવાનું બને. મિલન-મુલાકાત થઈ શકે.
કુંભ : આપના કાર્યની સાથે બીજું કોઈ કામ આવી જતાં, અન્ય સહકર્મીનું કામ આવી જતાં આપના કાર્યભારમાં વધારો થાય.
મીન : આપની બુદ્ધિ અનુભવ-આવડત-મહેનતથી કામનો ઉકેલ લાવી શકો. પરદેશના કામ અંગે મુલાકાત થઈ શકે.
- અગ્નિદત્ત પદમનાભ








