મેષ : આપના અગત્યના કામનો ધીરે ધીરે ઉકેલ આવતો જવાથી રાહત અનુભવાય. મહત્વના નિર્ણય લઈ શકાય. અન્યનો સહકાર રહે.
વૃષભ : આપના કામમાં હરિફ વર્ગ- ઇર્ષ્યા કરનારવર્ગ મુશ્કેલી ઉભી કરવાના પ્રયાસ કરે. મોસાળ પક્ષ- સાસરી પક્ષનું કામકાજ જણાય.
મિથુન : આપની મહેનત- બુધ્ધિ અનુભવ- આવડતથી આપના કામનો ઉકેલ લાવી શકો. સંતાનના કામનો ઉકેલ આવવાથી રાહત રહે.
કર્ક : નોકરી-ધંધાના કામકાજમાં આપને પ્રતિકૂળતા જણાય. જમીન- મકાન- વાહનની લે-વેચના કામમાં આપે ઉતાવળ કરવી નહીં.
સિંહ : આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવું કામકાજ થવાથી આપને આનંદ જણાય. સંયુક્ત ધંધામાં ભાઈભાંડુવર્ગ મદદરૂપ થાય.
કન્યા : આપના કામમાં સાનુકુળતા મળી રહે. ધંધામાં આવક જણાય. બેંકના, વીમા કંપનીના, શેરોના કામકાજમાં સરળતા જણાય.
તુલા : આપના ગણત્રી ધારણા પ્રમાણેનું કામકાજ થઈ શકે. આપના કામમાં વ્યસ્ત રહીને દિવસ પસાર કરી શકો.
વૃશ્ચિક : આપના કામમાં કોઈને કોઈ રૂકાવટ - મુશ્કેલીનો અનુભવ થાય. આકસ્મિક ખર્ચ-ખરીદીને લીધે નાણાભીડ અનુભવાય.
ધન : આપના કામમાં આકસ્મિક સાનુકૂળતા મળી રહેતા કામનો ઝડપથી ઉકેલ આવતો જાય. પરદેશના કામકાજ થઈ શકે.
મકર : દિવસ દરમ્યાન આપના કામની સાથે અન્યના કામમાં આપે વ્યસ્ત રહેવું પડે. મિત્રવર્ગનો સાથ-સહકાર મળી રહે.
કુંભ : દેશ-પરદેશના કામમાં, આયાત-નિકાસના કામમાં આપને સાનુકુળતા મળી રહે. અગત્યના કામકાજ અંગે મુલાકાત થાય.
મીન : આપે તન-મન-ધનથી વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. સામાજિક- વ્યવહારિક કામમાં સાવધાની રાખવી.
- અગ્નિદત્ત પદમનાભ


