Get The App

વાંચો તમારું 18 માર્ચ 2026નું રાશિ ભવિષ્ય

Updated: Mar 17th, 2026

GS TEAM

Google News
Google News
વાંચો તમારું 18 માર્ચ 2026નું રાશિ ભવિષ્ય 1 - image

મેષ : સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જવાથી આવક જણાય. સંતાનના કામમાં વ્યસ્ત રહેવાનું બને.

વૃષભ : આપના કાર્યની સાથે ઘર-પરિવાર, સગા-સંબંધીવર્ગ-મિત્રવર્ગના કામકાજ માટે વ્યસ્તતા-દોડધામ અનુભવાય.

મિથુન : નોકરી-ધંધાના કામકાજ અંગે બહાર કે બહારગામ જવાનું બને. બઢતી-બદલીના કામમાં પ્રગતિ જણાય.

કર્ક : તબીયતની અસ્વસ્થતાને લીધે કામ કરવાની ઈચ્છા થાય નહીં. અનિચ્છાએ પણ તમારે કામમાં જોડાવું પડે.

સિંહ : આપના કાર્યની સાથે સંસ્થાકીય કામમાં, જાહેરક્ષેત્રના કામમાં આપે વ્યસ્ત રહેવું પડે. અન્યનો સાથ મળી રહે.

કન્યા : આપના કાર્યની સાથે બીજું કોઈ કામ આવી જતા, અન્ય સહકર્મીનું કામ આવી જતાં કાર્યભાર વધે. આરોગ્યની કાળજી રાખવી.

તુલા : આપની બુદ્ધિ-મહેનત-અનુભવ-આવડતથી આપના કામનો ઉકેલ લાવી શકો. સંતાનનો સહકાર મળી રહે.

વૃશ્ચિક : આપ હરો-ફરો-કામકાજ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ-રાહત જણાય નહીં. કામકાજમાં રૂકાવટ જણાય.

ધન : આપના કામમાં ઉપરીવર્ગ-સહકાર્યકરવર્ગ-નોકર-ચાકર વર્ગનો સાથ-સહકાર મળી રહે. પરદેશના કામ થાય.

મકર : આપના કાર્યની સાથે કૌટુંબિક-પારિવારીક કામકાજ અંગે દોડધામ-શ્રમ જણાય. ધંધામાં આવક જણાય.

કુંભ : આપના અગત્યના કામકાજનો ઉકેલ આવવાથી આનંદ રહે. રાજકીય-સહકારી કામકાજમાં સાનુકૂળતા રહે.

મીન : કોર્ટ-કચેરીના કામમાં આપને મુશ્કેલીનો અનુભવ થાય. આકસ્મિક ખર્ચ-ખરીદીના લીધે નાંણાભીડ અનુભવાય.

- અગ્નિદત્ત પદમનાભ