Get The App

વાંચો તમારું 18 જૂન 2025 નું રાશિ ભવિષ્ય

Updated: Jun 18th, 2025

GS TEAM


Google News
Google News
વાંચો તમારું 18 જૂન 2025 નું રાશિ ભવિષ્ય 1 - image


મેષ : સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જાય. આપના કામની કદર પ્રશંસા થવાથી કામ કરવાનો ઉત્સાહ રહે.

વૃષભ : આપના કાર્યની સાથે ઘર પરિવાર સગા સંબંધીવર્ગ મિત્રવર્ગના કામમાં વ્યસ્ત રહો. કામના ઉકેલ માટે દોડધામ રહે.

મિથુન : નોકરી ધંધાના કામકાજ અંગે બહાર કે બહારગામ જવાનું બને. આપના કામમાં સહકાર્યકરવર્ગ નોકર ચાકરવર્ગનો સહકાર મળે.

કર્ક : આપને દિવસના પ્રારંભથી જ સુસ્તી બેચેની જેવું લાગ્યા કરે. કામ કરવાની ઇચ્છા થાય નહીં. તબીયતની અસ્વસ્થતા જણાય.

સિંહ : આપના મહત્ત્વના કામનો ઉકેલ લાવી શકો. અન્યનો સહકાર મળી રહે. પરદેશના કામમાં પ્રગતિ જણાય.

કન્યા : આપના કામમાં હરિફવર્ગ - ઇર્ષ્યા કરનારવર્ગ રૂકાવટ ઉભી કરવાના પ્રયાસ કરો. સિઝનલ ધંધામાં ગ્રાહકનું ધ્યાન રાખવું.

તુલા : આપના કાર્યમાં આકસ્મિક સાનુકુળતા જણાય. આપના કામમાં પુત્ર પૌત્રાદિકનો સહકાર મળી રહે. કામ ઉકેલાય.

વૃશ્ચિક : આપ હરો ફરો કામકાજ કરો પરંતુ આપના હૃદય મનને શાંતિ રાહત જણાય નહીં. આરોગ્યની કાળજી રાખવી પડે.

ધન : આપના કામમાં ઉપરીવર્ગ સહકાર્યકર વર્ગનો સાથ સહકાર મળી રહે. પરદેશના કામકાજ અંગે મિલન-મુલાકાત થાય.

મકર : આપના કામમાં સાનુકુળતા મળી રહે. કૌટુંબિક પારિવારીક કામકાજ અંગે દોડધામ વ્યસ્તતા જણાય પરંતુ આનંદ રહે.

કુંભ : આપના ગણત્રી ધારણા પ્રમાણેનું કામકાજ થવાથી કામ કરવાનો ઉત્સાહ વધે. ઇચ્છિત વ્યક્તિ સાથે મુલાકાત થાય.

મીન : આપે કોર્ટ કચેરીના કામમાં ઉતાવળ કરવી નહીં. કામમાં પ્રતિકૂળતા જણાય. વાદ-વિવાદ ગેરસમજ મનદુ:ખથી સંભાળવું.

- અગ્નિદત્ત પદમનાભ

Tags :