મેષ : નોકરી ધંધાના કામકાજ અંગે બહાર કે બહારગામ જવાનું થાય. સંયુક્ત ધંધામાં ભાઈભાંડુવર્ગનો સાથ-સહકાર મળી રહે.
વૃષભ : આપના કામકાજમાં રૂકાવટ-મુશ્કેલીનો અનુભવ થાય. આરોગ્યની કાળજી રાખીને કામકાજ અંગે દોડધામ શ્રમ કરવા.
મિથુન : આપના કાર્યમાં અન્યનો સહકાર મળી રહેતાં રાહત જણાય. પરંતુ અગત્યના કામકાજ અંગેની મિલન-મુલાકાતમાં ઉતાવળ ન કરવી.
કર્ક : આપના કાર્યની સાથે મોસાળપક્ષ સાસરીપક્ષના કામકાજ અંગે વ્યસ્તતા ખર્ચ જણાય. પરંતુ વાદ-વિવાદથી સંભાળવું.
સિંહ : આપના કામમાં આકસ્મિક સાનુકુળતા મળી રહેતા કામ કરવાનો આનંદ રહે. મહત્ત્વના નિર્ણય લેવામાં ઉતાવળ ન કરવી.
કન્યા : નોકરી ધંધે જાવ તો ઘર-પરિવારની ચિંતા સતાવે અને ઘરે રહો તો નોકરી ધંધાની ચિંતા રહ્યા કરે. ઉચાટ-અનુભવાય.
તુલા : આપના કાર્યની સાથે અડોશ પડોશના કામમાં વ્યસ્ત રહેવાનુ બને. ભાઈભાંડુવર્ગ સગા સંબંધીવર્ગનું કામકાજ રહે.
વૃશ્ચિક : આપના કામકાજમાં સાનુકુળતા મળી રહે. સીઝનલ ધંધામાં આપે નાણાંકીય લેવડ દેવડમાં સાવધાની રાખવી પડે.
ધન : માનસિક પરિતાપ વ્યગ્રતા છતાં આપના કામમાં વ્યસ્ત રહેવાનો પ્રયાસ કરો. વિચારોની અસંમજસતા દ્વિધા જણાય.
મકર : આપને શારિરીક માનસિક અસ્વસ્થતાનો અનુભવ થાય. કામ કરવાની ઇચ્છા થાય નહીં. વાહન ચલાવવામાં સાવધાની રાખવી.
કુંભ : આપના કાર્યની કદર પ્રશંસા થવાથી કામ કરવાનો ઉત્સાહ વધે. પરદેશના કામકાજ અંગે મિલન-મુલાકાત થઇ શકે.
મીન : દિવસ દરમ્યાન આપના કામમાં વ્યસ્ત રહેવાનો પ્રયાસ કરો. મિત્રવર્ગ સાથે વાદ-વિવાદથી સંભાળવું પડે.
- અગ્નિદત્ત પદમનાભ


