Get The App

વાંચો તમારું 18 ફેબ્રુઆરી 2026નું રાશિ ભવિષ્ય

Updated: Feb 18th, 2026

GS TEAM

Google News
Google News
વાંચો તમારું 18 ફેબ્રુઆરી 2026નું રાશિ ભવિષ્ય 1 - image

મેષ : આપના કામમાં સરળતા મળી રહેવાથી કામનો ઉકેલ આવતો જાય. પરદેશના કામમાં પ્રગતિ જણાય. ધર્મકાર્ય થઈ શકે.

વૃષભ : આપના કામમાં વ્યસ્ત રહીને દિવસ પસાર કરી શકો. પરંતુ સામાજિક-વ્યવહારિક કામકાજ અંગે દોડધામ રહે.

મિથુન : નોકરી-ધંધાના કામકાજ અંગે બહાર કે બહારગામ જવાનું બને. નોકર-ચાકરવર્ગનો સાથ-સહકાર મળી રહે.

કર્ક : આપે આરોગ્યની કાળજી રાખીને કામકાજ કરવું. સીઝનલ-વાયરલ બીમારીથી સંભાળવું પડે. વાહન ધીરે ચલાવવું.

સિંહ : આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી રાહત જણાય. મહત્ત્વના નિર્ણય લેવાના હોય તો લઈ શકાય. ધર્મકાર્ય થાય.

કન્યા : આપના કામમાં હરિફવર્ગ-ઇર્ષ્યા કરનારવર્ગની મુશ્કેલી અનુભવાય. સાસરી પક્ષ-મોસાળ પક્ષના કામ અંગે વ્યસ્તતા રહે.

તુલા : આપની મહેનત-અનુભવ-આવડત-બુદ્ધિથી આપના કામનો ઉકેલ લાવી શકો. સંતાનના કામકાજ અંગે દોડધામ રહે.

વૃશ્ચિક : જમીન-મકાન-વાહનના કામકાજમાં આપે ઉતાવળ કરવી નહીં. ઘર-પરિવારની ચિંતાના લીધે કામમાં મન લાગે નહીં.

ધન : આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવી કામગીરી થવાથી આનંદ અનુભવો. પરદેશના કામમાં પ્રગતિ જણાય.

મકર : આપના કાર્યની સાથે કૌટુંબિક-પારિવારીક કામકાજમાં વ્યસ્ત રહેવાનું બને. ધંધામાં ઘરાકી આવી જવાથી આવક થાય.

કુંભ : આપના ગણત્રી-ધારણા પ્રમાણેનું કામકાજ થવાથી આનંદ અનુભવો. અગત્યના કામકાજ અંગે મિલન-મુલાકાત થાય.

મીન : આપે રાજકીય-સરકારી કામકાજમાં, ખાતાકીય કામમાં સંભાળવું પડે. આવેશ-ઉશ્કેરાટમાં આવી જઈને કોઈ કાર્ય કરવું નહીં.

- અગ્નિદત્ત પદમનાભ