Get The App

વાંચો તમારું 18 ડિસેમ્બર નું રાશિ ભવિષ્ય

Updated: Dec 18th, 2025

GS TEAM

Google News
Google News
વાંચો તમારું 18 ડિસેમ્બર નું રાશિ ભવિષ્ય 1 - image

મેષ : આપે તન-મન-ધનથી વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. સામાજિક- વ્યવહારિક કામમાં ધ્યાન રાખવું.

વૃષભ : આપના અગત્યના કામનો ધીરે-ધીરે ઉકેલ આવતો જાય. મહત્ત્વના નિર્ણય લેવામાં સરળતા રહે. મુલાકાત થાય.

મિથુન : આપના કામમાં હરિફવર્ગ- ઇર્ષ્યા કરનારવર્ગ મુશ્કેલી ઉભી કરવાના પ્રયાસ કરે. સીઝનલ ધંધામાં માલનો ભરાવો કરવો નહીં.

કર્ક : આપના રૂકાવટ-વિલંબમાં અટવાઈ પડેલા કામનો ધીરે-ધીરે ઉકેલ આવતો જાય. વાણીની મીઠાશથી કામમાં સરળતા થતી જાય.

સિંહ : આપના કામમાં પ્રતિકૂળતા રહે. આપના ગણત્રી ધારણા પ્રમાણેનું કામ ન થવાથી આપના ઉચાટ-ઉદ્વેગમાં વધારો થાય.

કન્યા : આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવું કામકાજ થવાથી કામ કરવાનો ઉત્સાહ રહે. પરદેશના કામમાં સરળતા જણાય.

તુલા : આપના કામમાં સાનુકૂળતા મળી શકે. બેંકના, વીમા કંપનીના, શેરોના કામ થઈ શકે. સીઝનલ ધંધામાં આવક જણાય.

વૃશ્ચિક : આપના કામમાં અન્યનો સાથ મળી રહે. જાહેરક્ષેત્રના કામ, સંસ્થાકીય કામમાં સાનુકૂળતા મળી રહે. આનંદ રહે.

ધન : આપે રાજકીય-સરકારી કામમાં, ખાતાકીય કામમાં, કોર્ટ-કચેરીના કામમાં સાવધાની રાખવી પડે. સાસરી પક્ષની ચિંતા અનુભવાય.

મકર : આપના કામમાં આકસ્મિક સાનુકૂળતા મળી રહેવાથી કામકાજનો ઝડપથી ઉકેલ આવતો જાય. સંતાન માટે ચિંતા જણાય.

કુંભ : દિવસના પ્રારંભથી જ આપે સતત કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહેવું પડે. જમીન-મકાન- વાહનના કામ થઈ શકે.

મીન : દેશ-પરદેશના કામમાં, આયાત-નિકાસના કામમાં આપને સાનુકૂળતા મળી રહે. સંયુક્ત ધંધામાં ભાઈભાંડુનો સહકાર મળી રહે.

- અગ્નિદત્ત પદમનાભ