મેષ : આપના કામમાં કોઈને કોઈ રૂકાવટ-મુશ્કેલી અનુભવાય. જમીન-મકાન-વાહનના કામમાં આપે સાવધાની રાખવી.
વૃષભ : આપના કાર્યની કદર-પ્રશંસા થવાથી કામ કરવાનો ઉત્સાહ રહે. પરદેશના કામ અંગે મિલન-મુલાકાત થાય.
મિથુન : આપના કાર્યની સાથે સામાજિક-વ્યવહારિક કામ અંગે વ્યસ્ત રહો. ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જાય.
કર્ક : આપના કામમાં વ્યસ્ત રહીને દિવસ પસાર કરી શકો. રાજકીય-સરકારી કામમાં આપને સાનુકૂળતા મળી રહે.
સિંહ : આપના કામકાજમાં પ્રતિકૂળતા જણાય. આપના ધાર્યા પ્રમાણેનું કામ ન થવાથી ઉચાટ-ઉદ્વેગ રહ્યા કરે.
કન્યા : આપના કાર્યમાં ધીરે-ધીરે સાનુકૂળતા થતી જાય. કામનો ઉકેલ આવવાથી દોડધામ-શ્રમમાં ઘટાડો થાય.
તુલા : આપના કાર્યની સાથે અન્ય કામકાજ અંગે વ્યસ્તતા જણાય. જમીન-મકાન-વાહનના કામમાં પ્રગતિ જણાય.
વૃશ્ચિક : દિવસ પસાર થાય તેમ આપના કામમાં ધીરે-ધીરે સાનુકૂળતા થતી જાય. નોકર-ચાકર વર્ગનો સાથ-સહકાર મળી રહે.
ધન : આપે સ્વાસ્થ્યની કાળજી રાખીને કામકાજ કરવું. સીઝનલ વાયરલ બીમારીથી સંભાળવું પડે. વાહન ધીરે ચલાવવું.
મકર : આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી રાહત જણાય. મહત્વના નિર્ણય લેવાના હોય તો લઈ શકાય.
કુંભ : આપના કાર્યને પૂર્ણ કરવા માટે દોડધામ-શ્રમ રહે. કોર્ટ-કચેરીના કામકાજ અંગે વ્યસ્તતા-ખર્ચ જણાય.
મીન : આપના રૂકાવટ-વિલંબમાં પડેલા કાર્યનો ધીરે-ધીરે ઉકેલ આવતો જાય. સંતાનનો સહકાર મળી રહે.
- અગ્નિદત્ત પદમનાભ


