મેષ : આપના રૂકાવટ વિલંબમાં અટવાઈ પડેલા કામનો ધીરે ધીરે ઉકેલ આવતો જાય. વાણીની મીઠાશથી લાભ ફાયદો રહે.
વૃષભ : આપને કામમાં કોઈને કોઈ રૂકાવટ મુશ્કેલીનો અનુભવ થાય. જમીન મકાન વાહનની લે-વેચના કામમાં ઉતાવળ ન કરવી.
મિથુન : આપના કાર્યમાં ઉપરીવર્ગ - સહકાર્યકર વર્ગ નોકર ચાકર વર્ગનો સાથ સહકાર મળી રહે. પરદેશના કામમાં પ્રગતિ જણાય.
કર્ક : આપના કાર્યની સાથે સામાજિક વ્યવહારિક કામકાજ અંગે દોડધામ શ્રમ જણાય. કામ ઉકેલાતાં આનંદ રહે.
સિંહ : આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી રાહત જણાય. મહત્ત્વના નિર્ણયમાં ચર્ચા વિમર્શ કરી લેવા.
કન્યા : આપે રાજકીય સરકારી કામમાં, ખાતાકીય કામમાં સાવધાની રાખવી પડે. વાદ-વિવાદ ગેરસમજ મનદુ:ખથી સંભાળવું પડે.
તુલા : આપના કામમાં આકસ્મિક સાનુકુળતા મળી રહેતાં દોડધામ શ્રમમાં ઘટાડો થતો જાય. પરદેશના કામ થઇ શકે.
વૃશ્ચિક : દિવસના પ્રારંભથી જ આપે સતત કોઇને કોઈ કામમાં વ્યસ્ત રહેવાનું બને. જમીન-મકાન વાહનના કામ થઇ શકે.
ધન : આપના કામમાં સાનુકૂળતા થતી જાય. નોકરી ધંધાના કામકાજ અંગે બહાર કે બહારગામ જવાનું ગોઠવાય.
મકર : આપે આરોગ્યની કાળજી રાખીને પોતાના કામમાં વ્યસ્ત રહેવું. નાણાંકીય લેવડ દેવડમાં સાવધાની રાખવી પડે.
કુંભ : આપના કામકાજમાં અન્યનો સહકાર મળી રહે. ઇચ્છિત વ્યક્તિ સાથે મિલન-મુલાકાત થવાથી આનંદ રહે.
મીન : આપના કામમાં હરિફવર્ગ ઇર્ષ્યા કરનાર વર્ગ મુશ્કેલી ઉભી કરવાના પ્રયાસ કરો. વાહન ચલાવવામાં સાવધાની રાખવી.
- અગ્નિદત્ત પદમનાભ


