વાંચો તમારું 17 જૂન 2025 નું રાશિ ભવિષ્ય
મેષ : આપના કાર્યમાં આકસ્મિક સાનુકૂળતા મળી રહેતાં કામનો ઝડપથી ઉકેલ લાવી શકો. ધંધામાં ઘરાકી જણાય.
વૃષભ : દિવસના પ્રારંભથી આપે સતત કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહેવાનું બને. જમીન-મકાન-વાહનના કામ થાય.
મિથુન : દેશ-પરદેશના કામમાં, આયાત નિકાસના કામમાં આપને સાનુકૂળતા મળી રહે. અગત્યના કામ અંગે મિલન-મુલાકાત થાય.
કર્ક : આપે તન-મન-ધનથી વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. કૌટુંબિક -પારિવારીક પ્રશ્ને ચિંતા-ખર્ચ જણાય.
સિંહ : આપના કાર્યની સાથે સંસ્થાકીય કામ, જાહેર ક્ષેત્રના કામમાં વ્યસ્ત રહો. રાજકીય-સરકારી કામકાજ અંગે મુલાકાત થાય.
કન્યા : આપના કાર્યની સાથે બીજું કામ આવી જતાં, અન્ય સહકર્મી જ કામ આવી જતાં આપના કાર્યભારમાં વધારો જણાય.
તુલા : આપના રૂકાવટ-વિલંબમાં અટવાઈ પડેલા કામનો ધીરે-ધીરે ઉકેલ લાવતા જાવ. વાણીની મીઠાશથી કામમાં સરળતા રહે.
વૃશ્ચિક : આપને કામમાં કોઈને કોઈ રૂકાવટ-મુશ્કેલીનો અનુભવ થાય. આવેશ-ઉશ્કેરાટમાં આવ્યા વગર શાંતિથી કામ કરવું.
ધન : આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવી કામગીરી થવાથી આપને આનંદ રહે. સંયુક્ત ધંધામાં ભાઈભાંડુનો સાથ મળી રહે.
મકર : આપના કાર્યની સાથે સામાજિક-વ્યવહારિક કામમાં આપે વ્યસ્ત રહેવું પડે. ધંધામાં આકસ્મિક ઘરાકીથી લાભ જણાય.
કુંભ : આપના અગત્યના કામનો ઉકેલ આવતા આપને આનંદ રહે. મહત્વના નિર્ણય લેવામાં સરળતા રહે. મુલાકાત થઈ શકે.
મીન : આપે રાજકીય-સરકારી કામમાં, ખાતાકીય કામમાં સાવધાની રાખવી પડે. નાંણાકીય લેવડ-દેવડમાં ઉતાવળ કરવી નહીં.
- અગ્નિદત્ત પદમનાભ