મેષ : દેશ-પરદેશના કામમાં, આયાત-નિકાસના કામમાં સાનુકૂળતા મળી રહે. યાત્રા-પ્રવાસ, મિલન-મુલાકાતથી આનંદ અનુભવો.
વૃષભ : દિવસ દરમિયાન આપને સુસ્તી-બેચેનીનો અનુભવ થાય. તબીયતની અસ્વસ્થતા જણાય. કામ કરવાની ઈચ્છા થાય નહીં.
મિથુન : આપના કાર્યની સાથે સંસ્થાકીય કામમાં, જાહેરક્ષેત્રના કામમાં વ્યસ્ત રહેવાનું બને. ઈચ્છિત વ્યક્તિ સાથે મુલાકાત થઈ શકે.
કર્ક : આપના કાર્યની સાથે બીજું કોઈ કામ આવી જતાં, અન્ય સુકર્મીનું કામ આવી જતાં આપના કાર્યભાર-દોડધામમાં વધારો થાય.
સિંહ : આપની મહેનત-બુદ્ધિ-અનુભવ-આવડતથી આપના કામનો ઉકેલ લાવી શકો. સંતાનના પ્રશ્ને ચિંતા-પરેશાની ઓછી થાય.
કન્યા : આપ હરો-ફરો-કામકાજ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ-રાહત જણાય નહીં. સ્વાસ્થ્યની કાળજી રાખવી.
તુલા : આપના કામમાં ઉપરીવર્ગ-સહકાર્યકરવર્ગ-નોકર-ચાકર વર્ગનો સાથ-સહકાર મળી રહે. બઢતી-બદલીના કામ થાય.
વૃશ્ચિક : આપના કાર્યની સાથે કૌટુંબિક-પારિવારિક કામકાજ અંગે દોડધામ, શ્રમ-ખર્ચ જણાય. પરંતુ કામનો ઉકેલ આવવાથી આનંદ રહે.
ધન : આપના અગત્યના કામનો ઉકેલ આવતાં રાહત અનુભવો. રાજકીય-સરકારી કામકાજ અંગે મિલન-મુલાકાત થઈ શકે.
મકર : આપના કામમાં કોઈ ને કોઈ રૂકાવટ-મુશ્કેલી આવ્યા કરે. આપે આવેશ-ઉશ્કેરાટમાં આવ્યા વગર શાંતિથી કામ કરવું.
કુંભ : આપને સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જવાથી લાભ-ફાયદો જણાય. વાણીની મીઠાશથી કામકાજમાં સરળતા રહે.
મીન : આપના કાર્યની સાથે સગા-સંબંધીવર્ગ મિત્રવર્ગ-ઘર-પરિવારના કામકાજ અંગે દોડધામ-શ્રમ-વ્યસ્તતા જણાય.
- અગ્નિદત્ત પદમનાભ


