મેષ : આપના કાર્યની કદર-પ્રશંસા થવાથી કામ કરવાનો ઉત્સાહ રહે. સંતાનના પ્રશ્ને આપને ચિંતા-ઉચાટ જણાય.
વૃષભ : જમીન-મકાન-વાહનના કામકાજ અંગે દોડધામ-શ્રમ જણાય. મિત્રવર્ગનો સહકાર મળી રહેતાં કામમાં રાહત જણાય.
મિથુન : પરદેશના કામકાજ અંગેની મિલન-મુલાકાતમાં ધ્યાન રાખવું. યાત્રા-પ્રવાસમાં સાવધાની રાખવી. ભાઈભાંડુની ચિંતા જણાય.
કર્ક : આપે તન-મન-ધનથી-વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. કૌટુંબિક-પારિવારીક પ્રશ્ને ચિંતા-ઉચાટ રહે.
સિંહ : સંસ્થાકીય કામમાં, જાહેરક્ષેત્રના કામમાં ઉતાવળ કરવી નહીં. રાજકીય-સરકારી કામકાજમાં પ્રતિકૂળતા જણાય. ધીરજ રાખવી.
કન્યા : કોર્ટ-કચેરીના કામકાજ અંગે દોડધામ-શ્રમ-ખર્ચ જણાય. સીઝનલ ધંધામાં આપે ગ્રાહકવર્ગનું ધ્યાન રાખવું પડે.
તુલા : આપના રૂકાવટ-વિલંબમાં અટવાઈ પડેલા કામનો ધીરે ધીરે ઉકેલ આવતો જાય. પરંતુ વાણીની સંયમતા રાખવી પડે.
વૃશ્ચિક : આપના કામકાજમાં પ્રતિકૂળતા જણાય. માતૃપક્ષે-પિતૃપક્ષે બીમારી-ચિંતાનું આવરણ આવી જાય. ઉચાટ રહે.
ધન : ઉપરીવર્ગ-સહકાર્યકરવર્ગ-નોકર-ચાકરવર્ગ સાથે વાદ-વિવાદથી સંભાળવું પડે. મિલન-મુલાકાત મુલતવી રાખવી.
મકર : સામાજિક-વ્યવહારિક કામમાં આપે ઉતાવળ કરવી નહીં. નાંણાકીય લેવડ-દેવડની બાબતમાં આપે સાવધાની રાખવી.
કુંભ : કોર્ટ-કચેરીના કામમાં આપને રૂકાટવ-મુશ્કેલી રહ્યા કરે. આપના ગણત્રી-ધારણા પ્રમાણેનું કામ ન થવાથી ઉચાટ રહે.
મીન : માનસિક પરિતાપ-વ્યગ્રતા રહ્યા કરે. વાદ-વિવાદ-ગેરસમજ-મનદુ:ખથી સંભાળવું પડે. ખર્ચ જણાય.
- અગ્નિદત્ત પદમનાભ


