Get The App

વાંચો તમારું 16 ઓક્ટોબર નું રાશિ ભવિષ્ય

Updated: Oct 16th, 2025

GS TEAM

Google News
Google News
વાંચો તમારું 16 ઓક્ટોબર નું રાશિ ભવિષ્ય 1 - image

મેષ : નોકરી- ધંધે જાવ તો ઘર પરિવારની ચિંતા સતાવે અને ઘરે રહો તો નોકરી- ધંધાની ચિંતા આપને રહે. દિવસ પસાર થાય તેમ રાહત.

વૃષભ : દિવસનો પ્રારંભ આપના માટે સારો રહે. કામમાં સરળતા જણાય. પરંતુ બપોર પછી આપને કામમાં પ્રતિકૂળતાનો અનુભવ થાય.

મિથુન : બેંકના, વીમા કંપનીના, શેરોના કામકાજમાં આપને સાનુકૂળતા મળી રહે. કુટુંબ- પરિવારનો સાથ- સહકાર મળી રહે.

કર્ક : આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી રાહત થતી જાય. મહત્ત્વના નિર્ણય લેવાના હોય તો લઈ શકાય.

સિંહ : કોર્ટ- કચેરીના કામકાજમાં આપને રૂકાવટ- મુશ્કેલી જણાય જેમ દિવસ પસાર થતો જાય તેમ આપને શાંતિ થતી જાય.

કન્યા : સંતાનના પ્રશ્ને આપની ચિંતા- પરેશાની ઓછી થાય. પરદેશના કામકાજમાં પ્રગતિ જણાય. બપોર પછી બેચેની જણાય.

તુલા : આપના કામકાજને પૂર્ણ કરવા માટે દોડધામ- શ્રમ જણાય બપોર પછી આપને કામકાજમાં રાહત થતી જાય.

વૃશ્ચિક : અગત્યના કામકાજ અંગેના મિલન- મુલાકાતમાં સાનુકૂળતા મળી રહે. નોકર- ચાકર વર્ગમાં સાથ- સહકાર જણાય.

ધન : દિવસનો પ્રારંભ સુસ્તી- બેચેનીથી થાય, કામ કરવાની ઇચ્છા થાય નહીં પરંતુ બપોર પછી ધીરે- ધીરે આપને રાહત થતી જાય.

મકર : માનસિક પરિતાપ- વ્યગ્રતા છતાં આપના કામમાં વ્યસ્ત રહેવાનો પ્રયાસ કરો વિચારોની દ્વિધા અસમંજસતા જણાય.

કુંભ : આપના કામની સાથે બીજું કોઈ કામ આવી જતાં અન્ય સહકર્મીનું કામ આવી જતાં આપના કાર્યભારમાં વધારો થાય.

મીન : મહત્ત્વના નિર્ણય લેવામાં સરળતા જણાય. આપના કામમાં આકસ્મિક સાનુકૂળતા જણાતા કામનો ઝડપથી ઉકેલ લાવી શકો.

- અગ્નિદત્ત પદમનાભ