વાંચો તમારું 16 નવેમ્બર નું રાશિ ભવિષ્ય

મેષ : આપના કામમાં હરિફવર્ગ-દુશ્મનવર્ગ મુશ્કેલી ઉભી કરવાના પ્રયાસ કરે. સીઝનલ ધંધામાં આપે માલનો ભરાવો કરવો નહીં.
વૃષભ : આપની બુધ્ધિ-અનુભવ-આવડત- મહેનતથી આપના કામનો ઉકેલ લાવી શકો. સંતાનના પ્રશ્ને આપની ચિંતા-પરેશાની ઘટે.
મિથુન : આપને કામકાજમાં કોઈને કોઈ રૂકાવટ- મુશ્કેલી આવ્યા કરે. જમીન-મકાન-વાહનના કામમાં આપે સાવધાની રાખવી પડે.
કર્ક : આપના કાર્યની સાથે અડોશ-પડોશના કામમાં વ્યસ્ત રહેવું પડે. સંયુક્ત ધંધામાં ભાઈભાંડુનો સાથ-સહકાર મળી રહે.
સિંહ : આપના કાર્યની સાથે કૌટુબિંક-પારિવારિક- સામાજિક- વ્યવહારિક કામમાં વ્યસ્ત રહેવાનું બને. ધંધામાં આવક જણાય.
કન્યા : આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી રાહત જણાય. મહત્ત્વના નિર્ણય લેવામાં સરળતા રહે. મિલન-મુલાકાત થાય.
તુલા : આપના કામમાં પ્રતિકૂળતા જણાય. હરિફવર્ગ-ઇર્ષ્યા કરનાર વર્ગની મુશ્કેલી જણાય. આકસ્મિક ખર્ચ-ખરીદી જણાય.
વૃશ્વિક : આપના કાર્યની કદર-પ્રશંસા થવાથી રાહત રહે. સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જાય. લાભ-ફાયદો જણાય.
ધન : આપના કાર્યની સાથે ઘર-પરિવાર-સગા-સંબંધીવર્ગ- મિત્રવર્ગના કામમાં આપે વ્યસ્ત રહેવાનું બને. કામ ઉકેલાતાં આનંદ રહે.
મકર : જૂના સ્વજન-સ્નેહી, મિત્રવર્ગ સાથે આકસ્મિક મુલાકાતથી આનંદ અનુભવો. યાત્રા-પ્રવાસનું આયોજન ગોઠવાય.
કુંભ : દિવસ દરમ્યાન આપે આરોગ્યની કાળજી રાખીને કામકાજ કરવું. કૌટુંબિક- પારિવારિક પ્રશ્ને આપને ચિંતા-ખર્ચ જણાય.
મીન : આપના કાર્યની સાથે જાહેરક્ષેત્રના કામમાં, સંસ્થાકીય કામમાં આપે વ્યસ્ત રહેવાનું બને. અન્યનો સાથ સહકાર મળી રહે.
- અગ્નિદત્ત પદમનાભ

