Get The App

વાંચો તમારું 16 જાન્યુઆરી 2026નું રાશિ ભવિષ્ય

Updated: Jan 16th, 2026

GS TEAM

Google News
Google News
વાંચો તમારું 16 જાન્યુઆરી 2026નું રાશિ ભવિષ્ય 1 - image

મેષ : આપના સ્વાસ્થ્યમાં સુધારો થતો જાય. આપનાા કાર્યમાં સાનૂકૂળતા મળી રહે. અગત્યના કામકાજ અંગે મિલન-મુલાકાત થઇ શકે.

વૃષભ : આપે તન-મન-ધનથી વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. કૌટુંબિક પારિવારીક પ્રશ્ને ચિંતા જણાય.

મિથુન : આપના અગત્યના કામનો ઉકેલ આવતો જાય. રાહત જણાય. મહત્ત્વના નિર્ણય લેવામાં સરળતા રહે. રાજકીય સરકારી કામ થાય.

કર્ક : આપના કામમાં હરિફવર્ગ ઇર્ષ્યા કરનાર વર્ગ મુશ્કેલી ઉભી કરવાના પ્રયાસ કરે. સીઝનલ ધંધામાં માલનો ભરાવો ન કરવો.

સિંહ : આપના રૂકાવટ વિલંબમાં અટવાઈ પડેલા કામનો ધીરે ધીરે ઉકેલ આવતો જાય. વાણીની મીઠાશથી કામમાં સરળતા રહે.

કન્યા : આપના કામમાં પ્રતિકૂળતા જણાય. જમીન-મકાન-વાહનના કાર્યમાં કોઈના ભરોસે રહેવું નહીં. ઘર-પરિવારની ચિંતા જણાય.

તુલા : આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવું કામકાજ થવાથી આનંદ અનુભવો. પરદેશના કામકાજમાં પ્રગતિ જણાય.

વૃશ્ચિક : આપના કાર્યની સાથે સામાજિક-વ્યવહારિક કામ અંગે વ્યસ્તતા જણાય. ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જાય.

ધન : આપના ગણત્રી ધારણા પ્રમાણેનું કામકાજ થવાથી કામ કરવાનો ઉત્સાહ જણાય. મિલન-મુલાકાત થઇ શકે.

મકર : આપે રાજકીય સરકારી કામમાં, ખાતાકીય કામમાં સાવધાની રાખવી પડે. આકસ્મિક ખર્ચ ખરીદીના લીધે નાણાભીડ અનુભવાય.

કુંભ : આપના કાર્યમાં આકસ્મિક સાનુકુળતા મળી રહેતા કામકાજનો ઝડપથી ઉકેલ લાવી શકો. સંતાનના પ્રશ્ને ચિંતા ઓછી થાય.

મીન : દિવસના પ્રારંભથી જ આપે સતત કોઇને કોઈ કામમાં વ્યસ્ત રહેવાનું બને. જમીન-મકાન-વાહનના કામમાં સાનુકુળતા રહે.

- અગ્નિદત્ત પદમનાભ