Get The App

વાંચો તમારું 16 ડિસેમ્બર 2023નું રાશિ ભવિષ્ય

Updated: Dec 16th, 2023

GS TEAM


Google News
Google News
વાંચો તમારું 16 ડિસેમ્બર 2023નું રાશિ ભવિષ્ય 1 - image


મેષ : દિવસના પ્રારંભથી આપના કામકાજ અંગે વ્યસ્તતા જણાય. સંતાનના પ્રશ્ને ચિંતા-ઉચાટ રહ્યા કરે.

વૃષભ : નોકરી-ધંધાના કામકાજ અંગે બહાર કે બહારગામ જવાનું બને. જમીન-મકાન-વાહનના કામમાં ઉતાવળ કરવી નહીં.

મિથુન : આપે તન-મન-ધન-વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. કૌટુંબિક-પારિવારિક પ્રશ્ને ચિંતા- ખર્ચ જણાય.

કર્ક : આપના કાર્યની સાથે સંસ્થાકીય કામ, જાહેરક્ષેત્રના કામમાં વ્યસ્ત રહેવાનું થાય. ઈચ્છિત વ્યક્તિ સાથે મિલન-મુલાકાત થાય.

સિંહ : આપના કાર્યમાં હરિફવર્ગ-ઈર્ષ્યા કરનાર વર્ગની મુશ્કેલી અનુભવાય. મહત્વના નિર્ણય લેવાના હોય તો મુલતવી રાખવા.

કન્યા : આપના કામમાં સાનુકુળતા-સરળતા મળી રહે. વાણીની મીઠાશથી કામમાં ઝડપથી ઉકેલ લાવી શકો.

તુલા : નોકરી-ધંધાના કામમાં કોઈને કોઈ રૂકાવટ-મુશ્કેલીનો અનુભવ થાય. જમીન-મકાન-વાહનના કામમાં પ્રતિકુળતા રહે.

વૃશ્ચિક : આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવી કાર્યરચના કરવાથી આપને આનંદ રહે. ભાઈભાંડુનો સહકાર રહે.

ધન : સામાજિક-વ્યવહારિક કામકાજમાં વ્યસ્ત રહો. યાત્રા પ્રવાસ, મિલન-મુલાકાતમાં આપે સાવધાની રાખવી પડે. ઉતાવળ કરવી નહીં.

મકર : માનસિક પરિતાપ-વ્યગ્રતા રહે. તેમ છતાં આપના કામમાં વ્યસ્ત રહિ દિવસ પસાર કરી શકો. અન્યનો સહકાર રહે.

કુંભ : રાજકીય-સરકારી કામમાં, ખાતાકીય કામમાં આપને રૂકાવટ મુશ્કેલી અનુભવાય. ઉતાવળ કરવામાં કામ બગડે.

મીન : આપની દોડધામ-શ્રમમાં ઘટાડો થાય. આપના કામનો ઉકેલ આવે. સંતાનના પ્રશ્ને ચિંતા-પરિતાપ દૂર થાય.

- અગ્નિદત્ત પદમનાભ

Tags :