મેષ : આપ હરો-ફરો - કામકાજ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ- રાહત જણાય નહીં. કામકાજમાં ઉતાવળ કરવી નહીં.
વૃષભ : આપના કામમાં ઉપરી વર્ગ- સહકાર્યકરવર્ગ- નોકર- ચાકરવર્ગનો સાથ-સહકાર મળી રહે. બઢતી-બદલીના કામમાં પ્રગતિ જણાય.
મિથુન : આપના કાર્યની સાથે કૌટુંબિક- પારિવારિક કામકાજ અંગે દોડધામ- વ્યસ્તતા રહે. કામનો ઉકેલ આવતાં આપને રાહત રહે.
કર્ક : માનસિક પરિતાપ- વ્યગ્રતા છતાં આપના કામમાં વ્યસ્ત રહેવાનો પ્રયાસ કરો. વિચારોની અસમંજસતા- દ્વિઘા જણાય.
સિંહ : રાજકીય - સરકારી કામમાં, ખાતાકીય કામમાં આપે ઉતાવળ કરવી નહીં. બેંકના, વીમા કંપનીના, શેરોના કામમાં સાવધાની રાખવી.
કન્યા : આપના કામની કદર-પ્રશંસા થવાથી કામ કરવાનો ઉત્સાહ વધે. સંતાનનો સાથ-સહકાર મળી રહેતાં રાહત જણાય.
તુલા : આપના કાર્યની સાથે ઘર-પરિવાર- સગા સંબંધીવર્ગ મિત્રવર્ગના કામમાં વ્યસ્ત રહો. દોડધામ- શ્રમ જણાય.
વૃશ્ચિક : નોકરી-ધંધાના કામકાજ અંગે બહાર કે બહારગામ જવાનું બને. સંયુક્ત ધંધામાં ભાઈભાંડુનો સાથ-સહકાર મળી રહે.
ધન : આપના કામમાં કોઈ ને કોઈ રુકાવટ-મુશ્કેલી જણાય. કૌટુંબિક- પારિવારિક પ્રશ્ને આપને ચિંતા - ઉચાટ-ખર્ચ જણાય.
મકર : આપના કાર્યની સાથે જાહેરક્ષેત્રના કામમાં, સંસ્થાકીય કામમાં વ્યસ્ત રહેવાનું બને. અન્યનો સહકાર મળી રહે.
કુંભ : આપના કામમાં હરિફવર્ગ- ઇર્ષ્યા કરનાર વર્ગ મુશ્કેલી ઉભી કરવાના પ્રયાસ કરે. વાદ-વિવાદથી સંભાળવું પડે.
મીન : આપની બુદ્ધિ- મહેનત- અનુભવ આવડતથી કામનો ઉકેલ લાવી શકો. સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જાય.
- અગ્નિદત્ત પદમનાભ


