મેષ : આપના કાર્યની સાથે બીજું કોઈ કામ આવી જતાં, અન્ય સહકર્મીનું કામ આવી જતાં આપના કાર્યભાર- દોડધામ-શ્રમમાં વધારો થાય.
વૃષભ : આપના રૂકાવટ-વિલંબમાં અટવાઈ પડેલા કામનો ધીરે-ધીરે ઉકેલ આવતો જાય. પરદેશના કામ અંગે મિલન-મુલાકાત થઈ શકે.
મિથુન : આપ હરો-ફરો-કામકાજ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ-રાહત જણાય નહીં. કામકાજમાં પ્રતિકૂળતા જણાય.
કર્ક : આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવી કામગીરી થવાથી આપને આનંદ રહે. બઢતી-બદલીના કામમાં પ્રગતિ જણાય.
સિંહ : આપના કામમાં સાનુકૂળતા મળી રહે. સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જાય. ધર્મકાર્ય- શુભકાર્યમાં ખર્ચ-ખરીદી જણાય.
કન્યા : આપના ગણત્રી-ધારણા પ્રમાણેનું કામકાજ થવાથી કામ કરવાનો ઉત્સાહ વધે. રાજકીય-સરકારી કામકાજ થઈ શકે.
તુલા : રાજકીય-સરકારી કામમાં, ખાતાકીય કામમાં, કોર્ટ-કચેરીના કામમાં આપે સાવધાની રાખવી પડે. ઉચાટ-ઉદ્વેગ જણાય.
વૃશ્વિક : આપના કામમાં આકસ્મિત સાનુકૂળતા મળી રહેતાં કામનો ઝડપથી ઉકેલ આવતો જાય. પરદેશના કામમાં પ્રગતિ જણાય.
ધન : દિવસના પ્રારંભથી જ આપે સતત કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહેવું પડે. જમીન-મકાન વાહનના કામમાં પ્રગતિ જણાય.
મકર : દેશ-પરદેશના કામમાં, આયાત-નિકાસના કામમાં આપને સાનુકૂળતા મળી રહે. નોકર-ચાકર વર્ગનો સાથ-સહકાર મળી રહે.
કુંભ : આપે તન-મન-ધનથી-વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. બેંકના-વીમા કંપનીના કામમાં સાવધાની રાખવી.
મીન : આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી રાહત જણાય. મહત્ત્વના નિર્ણય લેવાના હોય તો લઈ શકાય. આનંદ રહે.
- અગ્નિદત્ત પદમનાભ


