વાંચો તમારું 15 મે 2025નું રાશિ ભવિષ્ય
મેષ : બપોર સુધી આપને કામકાજમાં પ્રતિકુળતા જણાય. તબીયતની અસ્વસ્થતા રહે. ત્યારબાદ ધીરે-ધીરે આપને રાહત થતી જાય.
વૃષભ : આપના કાર્યમાં વ્યસ્ત રહેવાનો પ્રયાસ કરો. મિલન-મુલાકાત થઈ શકે. બપોર પછી આપે વાહન ચલાવવામાં ધ્યાન રાખવું.
મિથુન : આપને કોર્ટ-કચેરીના કામકાજ અંગે દોડધામ-શ્રમ-ખર્ચ જણાય. દિવસ પસાર થતો જાય તેમ તેમાં ઘટાડો થતો જાય.
કર્ક : દિવસના પ્રારંભે આપને કામકાજમાં સાનુકુળતા રહે. વાણીની મીઠાશથી લાભ જણાય. દિવસ પસાર થાય તેમ મધ્યમ રહે.
સિંહ : દિવસનો પ્રારંભ વ્યગ્રતા-બેચેનીથી થાય. કામકાજમાં રૂકાવટ-મુશ્કેલી જણાય. બપોર પછી આપને રાહત-શાંતિ થતાં જાય.
કન્યા : પરદેશના કામમાં પ્રગતિ જણાય. જૂના મિત્ર સ્વજન-સ્નેહી સાથે મુલાકાત થાય. બપોર પછી ચિંતા-ઉચાટ રહે.
તુલા : આપના કાર્યમાં કુટુંબ-પરિવારનો સહકાર મળી રહેતાં આનંદ જણાય. બપોર પછી યાત્રા-પ્રવાસનું આયોજન થાય.
વૃશ્રિક : રાજકીય-સરકારી કામકાજ અંગે વ્યસ્તતા જણાય. આપના કામકાજમાં વ્યસ્ત રહો. બપોર પછી અન્ય કામકાજ જણાય.
ધન : દિવસના પ્રારંભે વાદ-વિવાદ-ગેરસમજ-મનદુ:ખથી સંભાળવું પડે. બપોર પછી આપને થોડી રાહત થતી જાય.
મકર : જેમ-જેમ દિવસ પસાર થતો જાય આપની સાનુકુળતા પ્રતિકુળતામાં ફેરવાતી જાય. આકસ્મિક ખર્ચ-ખરીદી જણાય.
કુંભ : દિવસ દરમ્યાન કામકાજમાં વ્યસ્તતા-દોડધામ રહે. ધીમે-ધીમે કામનો ઉકેલ આવતો જવાથી આપને રાહત રહે.
મીન : અગત્યના કામકાજ અંગેની મિલન-મુલાકાતમાં સાનુકુળતા જણાય. કામનો ઉકેલ આવવાથી આનંદ જણાય.
- અગ્નિદત્ત પદમનાભ