Get The App

વાંચો તમારું 15 જૂન 2025 નું રાશિ ભવિષ્ય

Updated: Jun 15th, 2025

GS TEAM


Google News
Google News
વાંચો તમારું 15 જૂન 2025 નું રાશિ ભવિષ્ય 1 - image


મેષ : આપના કામમાં વ્યસ્ત રહિને દિવસ પસાર કરી શકો. ઘર-પરિવાર - મિત્રવર્ગ- સગા- સંબંધીવર્ગના કામમાં વ્યસ્ત રહો.

વૃષભ : યાત્રા-પ્રવાસ થઈ શકે. જૂના મિત્ર, સ્વજન-સ્નેહીની આકસ્મિક મુલાકાતથી આપને આનંદ જણાય. હર્ષ અનુભવાય.

મિથુન : દિવસના પ્રારંભથી જ આપને સુસ્તી-બેચેનીનો અનુભવ થાય. તબીયતની અસ્વસ્થતા જણાય. વાહન ધીરે ચલાવવું.

કર્ક : આપના કાર્યની સાથે જાહેરક્ષેત્રના કામમાં, સંસ્થાકીય કામમાં આપે વ્યસ્ત રહેવાનું બને. અન્યનો સાથ મળે.

સિંહ : આપના કાર્યની સાથે સાસરી પક્ષ મોસાળપક્ષના કાર્યમાં આપે વ્યસ્ત રહેવાનું બને. આકસ્મિક ખર્ચ-ખરીદી જણાય.

કન્યા : આપના કામમાં આકસ્મિક સાનુકૂળતા મળી રહે. આપના કામનો ઉકેલ આવતો જાય. ધંધામાં લાભ-ફાયદો જણાય.

તુલા : આપ હરો-ફરો-કામકાજ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ-રાહત જણાય નહીં. કામકાજમાં પ્રતિકૂળતા રહે.

વૃશ્વિક : આપના કાર્યની સાથે અડોશ-પડોશના કામ અંગે દોડધામ રહે. પરંતુ કામનો ઉકેલ આવવાથી રાહત થતી જાય.

ધન : દિવસ દરમ્યાન કૌટુંબિક- પારિવારીક કામમાં, સામાજિક, વ્યવહારિક કામમાં વ્યસ્ત રહેવાનું બને. ધંધામાં સારું.

મકર : આપના કામમાં સાનુકૂળતા મળી રહે. ધીરે-ધીરે આપના કામનો ઉકેલ આવતો જાય. મિલન-મુલાકાતથી આનંદ રહે.

કુંભ : નાણાકીય લેવડ-દેવડની બાબતમાં આપે સાવધાની રાખવી પડે. વાહન ચલાવવામાં ઉતાવળ કરવી નહીં. ધીરજ રાખવી.

મીન : આપના કામમાં સરળતા થતી જાય. આપના કાર્યમાં પુત્ર-પૌત્રાદિકનો સાથ-સહકાર મળી રહે. હર્ષ-લાભ રહે.

- અગ્નિદત્ત પદમનાભ

Tags :