વાંચો તમારું 15 ઓગસ્ટ 2025 નું રાશિ ભવિષ્ય
મેષ : સ્વતંત્રતા દિવસની આપ સૌને ખૂબ શુભકામનાઓ. આપના કાર્યમાં વ્યસ્ત રહિને દિવસ પસાર કરી શકો. આનંદ રહે.
વૃષભ : સ્વાતંત્ર્ય દિવસની શુભેચ્છાઓ. આપે ધીરજ અને શાંતિ રાખીને દિવસ પસાર કરી લેવો. આકસ્મિક ખર્ચ-ખરીદી જણાય.
મિથુન : સર્વને સ્વતંત્રતા દિનની શુભકામનાઓ. આપના કામમાં સરળતા રહે. સંતાનના પ્રશ્ને આપની ચિંતા-પરેશાની ઓછી થાય.
કર્ક : સ્વાતંત્ર્ય દિવસની આપને શુભેચ્છાઓ. આપના કાર્યની સાથે મિત્રવર્ગ- સગા- સંબંધવર્ગ- ઘર- પરિવારના કામમાં વ્યસ્ત રહો.
સિંહ : સ્વતંત્રતા દિનની સર્વેને શુભકામનાઓ. યાત્રા-પ્રવાસ, મિલન-મુલાકાતથી આનંદ થાય. ધર્મકાર્ય- શુભકાર્ય થઈ શકે.
કન્યા : આપ સૌને સ્વાતંત્ર્ય દિવસની શુભેચ્છાઓ. આપે તન-મન- ધનથી વાહનથી સંભાળીને શાંતિથી દિવસ, પસાર કરી લેવો.
તુલા : સ્વતંત્રતા દિવસની ખૂબ શુભકામનાઓ આપના કાર્યની સાથે જાહેરક્ષેત્રના કામમાં, સંસ્થાકીય કામમાં વ્યસ્ત રહેવાનું બને.
વૃશ્રિક : સ્વાતંત્ર્ય દિનની શુભેચ્છાઓ. સીઝનલ ધંધામાં માલનો ભરાવો કરવો નહિં. હરિફવર્ગ- ઇર્ષ્યા કરનાર વર્ગની મુશ્કેલી રહે.
ધન : સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ. વાણીની મીઠાશથી કામમાં સરળતા જણાય. સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી જણાય.
મકર : સ્વાતંત્ર્ય દિવસની શુભેચ્છાઓ. આપ હરો-ફરો- કામકાજ કરો. પરંતુ આપના હૃદય મનને શાંતિ રાહત જણાય નહીં.
કુંભ : સ્વતંત્રતા દિનની ખૂબ શુભકામનાઓ. આપના કામમાં નોકર- ચાકરવર્ગ - સહકાર્યકરવર્ગનો સાથ-સહકાર મળી રહે. મુલાકાત થાય.
મીન : સ્વતંત્રતા દિવસની શુભેચ્છાઓ. આપના કાર્યની સાથે કૌટુંબિક- પારિવારેક- સામાજિક- વ્યવહારિક કામમાં વ્યસ્ત રહો.
- અગ્નિદત્ત પદમનાભ