Get The App

વાંચો તમારું 15 એપ્રિલ 2026નું રાશિ ભવિષ્ય

Updated: Apr 15th, 2026

GS TEAM

Google News
Google News
વાંચો તમારું 15 એપ્રિલ 2026નું રાશિ ભવિષ્ય 1 - image

મેષ : જેમ જેમ દિવસ પસાર થતો જાય તેમ તેમ આપને કામમાં પ્રતિકૂળતા અનુભવાતી જાય. આકસ્મિક ખર્ચ ખરીદી જણાય.

વૃષભ : દિવસ પસાર થતો જાય તેમ આપના કામમાં આકસ્મિક સરળતા મળી રહેતાં કામકાજનો ઝડપથી ઉકેલ લાવી શકો.

મિથુન : આપના કામકાજમાં વ્યસ્ત રહીને દિવસ પસાર કરી શકો. જમીન-મકાન-વાહનના કામમાં સાનુકુળતા રહે.

કર્ક : દિવસ પસાર થાય તેમ આપને રાહત થતી જાય. સ્વાસ્થ્યમાં સુધારો જણાય. કામકાજમાં સાનુકુળતા થતી જાય.

સિંહ : જેમ દિવસ પસાર થાય તેમ આપે સ્વાસ્થ્યની કાળજી રાખવી પડે. સીઝનલ વાયરલ બીમારીથી સંભાળવું પડે.

કન્યા : આપના અગત્યના કામકાજનો ઉકેલ આવવાથી રાહત અનુભવો. મહત્ત્વના નિર્ણય લેવામાં સરળતા જણાય.

તુલા : દિવસ પસાર થતો જાય તેમ આપના કામમાં હરિફ વર્ગ ઇર્ષ્યા કરનાર વર્ગની મુશ્કેલી જણાય. ધીરજ રાખવી પડે.

વૃશ્ચિક : જેમ જેમ દિવસ પસાર થતો જાય તેમ તેમ આપના રૂકાવટ વિલંબમાં અટવાઈ પડેલા કામનો ધીરે ધીરે ઉકેલ આવતો જાય.

ધન : દિવસ પસાર થાય તેમ આપના કામમાં કોઇને કોઈ રૂકાવટ મુશ્કેલી આવતી જાય. વાહન ચલાવવામાં ધ્યાન રાખવું.

મકર : આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવું કામકાજ થવાથી આનંદ અનુભવો. પરદેશના કામમાં સાનુકુળતા રહે.

કુંભ : ધીરે ધીરે આપના કામમાં સાનુકુળતા થતી જાય. સીઝનલ ધંધામાં ઘરાકી આવી જાય. કામનો ઉકેલ આવતાં રાહત રહે.

મીન : માનસિક પરિતાપ વ્યગ્રતા છતાં આપના કામમાં વ્યસ્ત રહેવાનો પ્રયાસ કરો. વિચારોની અસમંજસતા દ્વિધા અનુભવાય.

- અગ્નિદત્ત પદમનાભ