Get The App

વાંચો તમારું 14 ઓક્ટોબર નું રાશિ ભવિષ્ય

Updated: Oct 14th, 2025

GS TEAM

Google News
Google News
વાંચો તમારું 14 ઓક્ટોબર નું રાશિ ભવિષ્ય 1 - image

મેષ : આપના કામમાં પ્રતિકૂળતા જણાય. જમીન-મકાન-વાહનની લે-વેચમાં સાવધાની રાખવી પડે. આરોગ્યની કાળજી રાખવી.

વૃષભ : આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવી કામગીરી થવાથી આનંદ રહે. પરદેશના કામકાજ અંગે મિલન-મુલાકાત થાય.

મિથુન : આપના કામમાં સાનુકૂળતા જણાય. ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જવાથી આવક થાય. હર્ષ-લાભ રહે.

કર્ક : આપના ગણત્રી-ધારણા પ્રમાણેનું કામકાજ થવાથી આનંદ જણાય. મહત્વના નિર્ણય લેવામાં સરળતા જણાય.

સિંહ : આકસ્મિક ખર્ચ-ખરીદીના લીધે નાણાભીડ જણાય. નાણાકીય લેવડ-દેવડમાં સાવધાની રાખવી પડે. ઉચાટ-ઉદ્વેગ જણાય.

કન્યા : આપના કામમાં આકસ્મિક સાનુકૂળતા મળી રહેતાં કામનો ઝડપથી ઉકેલ લાવી શકો. સંતાનથી હર્ષ-લાભ રહે.

તુલા : દિવસના પ્રારંભથી જ આપે સતત કોઈને કોઈ કાર્યમાં વ્યસ્ત રહેવાનું બને. જમીન-મકાન-વાહનના કામ થઈ શકે.

વૃશ્ચિક : દેશ-પરદેશના કામમાં, આયાત-નિકાસના કામમાં આપને સાનુકૂળતા મળી રહે. નવી ઘરાકી આવતા આનંદ થાય.

ધન : આપે તન-મન-ધનથી વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. સામાજિક-વ્યવહારિક કામમાં ધ્યાન રાખવું.

મકર : આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી રાહત અનુભવાય. મહત્વના નિર્ણય લેવાના હોય તો લઈ શકાય.

કુંભ : સીઝનલ ધંધામાં આપે ગ્રાહકવર્ગનું ધ્યાન રાખવું પડે. સાસરીપક્ષે - મોસાળપક્ષે દોડધામ-ખર્ચ જણાય.

મીન : આપના રૂકાવટ-વિલંબમાં અટવાઈ પડેલા કામનો ધીરે ધીરે ઉકેલ આવતો જાય. વાણીની મીઠાશથી લાભ થાય.

- અગ્નિદત્ત પદમનાભ