મેષ : આપની મહેનત-બુદ્ધિ-અનુભવ-આવડતથી કામનો ઉકેલ આવે પ્રગતિ કરી શકો. પરંતુ વાણીની સંયમતા રાખીને કામકાજ કરવું.
વૃષભ : આપ હરો-ફરો-કામકાજ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ-રાહત જણાય નહીં. માતૃપક્ષે બીમારી-ચિંતાનું આવરણ આવી જાય.
મિથુન : આપના કામમાં સહકાર્યકરવર્ગ-નોકર-ચાકરવર્ગનો સાથ સહકાર મળી રહે. આયાત-નિકાસના કામમાં સરળતા રહે.
કર્ક : આપના કાર્યની સાથે કૌટુંબિક-પારિવારીક કામકાજ અંગે દોડધામ-શ્રમ-ખર્ચ જણાય પરંતુ કામનો ઉકેલ આવતાં રાહત રહે.
સિંહ : આપના ગણત્રી-ધારણા પ્રમાણેનું કામકાજ થવાથી આનંદ અનુભવો. મહત્વના નિર્ણય લેવામાં ઉતાવળ કરવી નહીં.
કન્યા : આપે રાજકીય સરકારી કામમાં, ખાતાકીય કામમાં ઉતાવળ કરવી નહીં. કામકાજમાં રૂકાવટ જણાય. ઉચાટ-ઉદ્વેગ રહે.
તુલા : આપના કામમાં સરળતા જણાય. સીઝનલ-ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જાય. સંતાનના કામનો ઉકેલ આવતાં રાહત રહે.
વૃશ્ચિક : આપના કાર્યની સાથે સામાજિક-વ્યવહારિક કામમાં વ્યસ્ત રહેવું પડે. મિત્રવર્ગનો સહકાર મળી રહેતાં રાહત અનુભવો.
ધન : નોકરી-ધંધાના કામકાજ અંગે બહાર કે બહારગામ જવાનું બને. અગત્યના કામકાજ અંગેની મિલન-મુલાકાત થઈ શકે.
મકર : બેંકના, વીમા કંપનીના, શેરોના કામકાજમાં આપે સાવધાની રાખવી પડે. કૌટુંબિક-પારિવારીક પ્રશ્ને ચિંતા-ઉચાટ રહે.
કુંભ : આપના કામમાં અન્યનો સહકાર મળી રહે. રાજકીય-સરકારી કામકાજ અંગેની મિલન-મુલાકાત થઈ શકે. પરદેશના કામ થાય.
મીન : આપના કાર્યમાં હરિફવર્ગ-ઇર્ષ્યા કરનારવર્ગ મુશ્કેલી ઉભી કરવાના પ્રયાસ કરો. વાદ-વિવાદ-ગેરસમજ-મનદુ:ખથી સંભાળવું.
- અગ્નિદત્ત પદમનાભ


