Get The App

વાંચો તમારું 14 જૂન 2025 નું રાશિ ભવિષ્ય

Updated: Jun 14th, 2025

GS TEAM


Google News
Google News
વાંચો તમારું 14 જૂન 2025 નું રાશિ ભવિષ્ય 1 - image


મેષ : દિવસના પ્રારંભથી જ આપે સતત કોઇને કોઈ કામમાં વ્યસ્ત રહેવાનું બને. કામનો ઉકેલ આવતાં રાહત થતી જાય.

વૃષભ : આપના બેચેની વ્યગ્રતામાં ઘટાડો થતો જાય. કામમાં સરળતા થતી જાય. પરદેશના કામકાજ અંગે મિલન-મુલાકાત થાય.

મિથુન : આપે તન-મન-ધનથી વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. કૌટુંબિક પારિવારીક પ્રશ્ને ચિંતા જણાય.

કર્ક : આપના કાર્યમાં વ્યસ્ત રહિને દિવસ પસાર કરી શકો. સંસ્થાકીય કામકાજ જાહેર ક્ષેત્રના કામકાજમાં દોડધામ રહે.

સિંહ : આપના કાર્યની સાથે બીજું કોઈ કામ આવી જવાથી અન્ય સહકર્મીનું કામ આવી જવાથી કાર્યભાર વધે.

કન્યા : આપના કામમાં આકસ્મિક સાનુકુળતા મળી રહેતાં કામનો ઉકેલ આવતો જાય. વાણીની મીઠાશથી લાભ ફાયદો રહે.

તુલા : આપ હરો ફરો કામકાજ કરો પરતુ આપના હૃદય મનને શાંતિ રાહત જણાય નહીં. ઉચાટ ઉદ્વેગ રહ્યા કરે.

વૃશ્ચિક : આપના કાર્યની સાથે અડોશ પડોશના કામમાં વ્યસ્ત રહેવાનું બને. નોકર ચાકરવર્ગનો સાથ સહકાર રહે.

ધન : આપના કામમાં સાનુકુળતા મળી રહે. સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જવાથી લાભ ફાયદો જણાય.

મકર : આપના કામમાં વ્યસ્ત રહિને દિવસ પસાર કરી શકો. રાજકીય સરકારી કામકાજ અંગે મિલન મુલાકાત થાય.

કુંભ : આપના કામમાં પ્રતિકૂળતા જણાય. આપના ગણત્રી ધારણા અવળાં પડતાં આપની મુશ્કેલીમાં વધારો થાય.

મીન : સીઝનલ ધંધામાં આપને લાભ ફાયદો મળી રહે. સંતાનના પ્રશ્ને આપની ચિંતા પરેશાની ઓછી થાય.

- અગ્નિદત્ત પદમનાભ

Tags :