વાંચો તમારું 14 જૂલાઈ 2025 નું રાશિ ભવિષ્ય
મેષ : આપના કાર્યની કદર-પ્રશંસા થવાથી કામ કરવાનો ઉત્સાહ રહે. સીઝનલ ધંધામાં ઘરાકી આવી જાય.
વૃષભ : દિવસના પ્રારંભથી જ આપને સતત કોઈને કોઈ કામકાજ અંગે વ્યસ્તતા જણાય. મિત્રવર્ગનો સાથ-સહકાર મળી રહે.
મિથુન : દેશ-પરદેશના કામમાં, આયાત-નિકાસના કામમાં સાનુકૂળતા મળી રહે. બઢતી-બદલીના પ્રશ્ને પ્રગતિ જણાય.
કર્ક : આપે તન-મન-ધનથી-વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. કૌટુંબિક-પારિવારિક પ્રશ્ને ચિંતા-ખર્ચ જણાય.
સિંહ : આપના કાર્યની સાથે જાહેર ક્ષેત્રના કામમાં, સંસ્થાકીય કામમાં વ્યસ્ત રહો. રાજકીય-સરકારી કામકાજ થઈ શકે.
કન્યા : આપના કામમાં, હરિફવર્ગ-ઇર્ષ્યા કરનાર વર્ગની મુશ્કેલી અનુભવાય. સીઝનલ ધંધામાં માલનો ભરાવો કરવો નહીં.
તુલા : આપની બુદ્ધિ-અનુભવ-આવડતથી આપના કામનો ઉકેલ લાવી શકો. વાણીની મીઠાશથી કામમાં સરળતા જણાય.
વૃશ્ચિક : આપના ગણત્રી-ધારણાં અવળાં પડતાં આપની મુશ્કેલીમાં વધારો થાય. હૃદય-મન વ્યગ્રતા-બેચેની અનુભવો.
ધન : આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવી કાર્યરચના થવાથી આનંદ અનુભવો. ભાઈભાંડુવર્ગનો સાથ-સહકાર રહે.
મકર : આપના કામકાજમાં સાનુકૂળતા મળી રહે. બેંકના, વીમા કંપનીના, શેરોના કામમાં સરળતા રહે. કામનો ઉકેલ આવે.
કુંભ : આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી રાહત જણાય. મહત્ત્વના નિર્ણય લેવાના હોય તો લઈ શકાય. સરળતા રહે.
મીન : રાજકીય-સરકારી કામમાં, ખાતાકીય કામમાં આપે સાવધાની રાખવી પડે. નાંણાકીય લેવડ-દેવડમાં ઉતાવળ કરવી નહીં.
- અગ્નિદત્ત પદમનાભ