મેષ : આપના કાર્યની સાથે સાસરીપક્ષ-મોસાળપક્ષના કામકાજ અંગે દોડધામ જણાય. આકસ્મિક ખર્ચ-ખરીદી જણાય.
વૃષભ : સંતાનના સાથ-સહકારથી આપના કામનો ઉકેલ લાવી શકો. આપના કાર્યની કદર-પ્રશંસા થવાથી આનંદ રહે.
મિથુન : નોકરી-ધંધે જાવ તો ઘર-પરિવારની ચિંતા આપને રહ્યા કરે અને ઘરે રહો તો નોકરી-ધંધાની ચિંતા સતાવે.
કર્ક : યાત્રા-પ્રવાસ, મિલન-મુલાકાતથી આપને આનંદ રહે. અડોશ-પડોશના કામકાજ અંગે વ્યસ્તતા-દોડધામ રહે.
સિંહ : આપના કાર્યમાં કુટુંબ-પરિવારનો સાથ-સહકાર મળી રહે. આપના કામનો ધીરેધીરે ઉકેલ આવતો જવાથી રાહત રહે.
કન્યા : આપના અગત્યના કામનો ઉકેલ આવતો જવાથી આનંદ જણાય. ઇચ્છિત વ્યક્તિ સાથે મિલન-મુલાકાત થઈ શકે.
તુલા : આપના કામમાં પ્રતિકૂળતા જણાય. નાણાંકીય લેવડ-દેવડમાં સાવધાની રાખવી પડે. સીઝનલ ધંધામાં નુકસાનીથી સંભાળવું.
વૃશ્ચિક : આપની મહેનત-બુદ્ધિ-અનુભવ-આવડતથી આપના કામનો ઉકેલ આવતો જાય. આપના દોડધામ-શ્રમમાં ઘટાડો જણાય.
ધન : આપના કામમાં વ્યસ્ત રહીને દિવસ પસાર કરી શકો. મિત્રવર્ગનો સહકાર મળી રહે. ધીરે-ધીરે કામ ઉકેલાતા જાય.
મકર : નોકરી-ધંધાના કામકાજ અંગે બહાર કે બહારગામ જવાનું બને. સહકાર્યકરવર્ગ-નોકર-ચાકરવર્ગનો સાથ-સહકાર જણાય.
કુંભ : આપે વધુ પડતા કામ-દોડધામ-શ્રમ-તણાવની અસર આપના સ્વાસ્થ્ય પર ના થાય તેની કાળજી રાખવી પડે. વાહન ધીરે ચલાવવું.
મીન : પરદેશના કામકાજ અંગે મિલન-મુલાકાત થઈ શકે. આપના કાર્યમાં પત્નીનો સાથ-સહકાર મળી રહે. આનંદ રહે.
- અગ્નિદત્ત પદમનાભ


