Get The App

વાંચો તમારું 14 ઓગસ્ટ 2025 નું રાશિ ભવિષ્ય

Updated: Aug 14th, 2025

GS TEAM

Google News
Google News
વાંચો તમારું 14 ઓગસ્ટ 2025 નું રાશિ ભવિષ્ય 1 - image

મેષ : જેમ દિવસ પસાર થતો જાય આપના કામમાં સાનુકૂળતા થતી જાય. રાજકીય સરકારી કામકાજ અંગે મુલાકાત થાય.

વૃષભ : આપે કોર્ટ- કચેરીના કામમાં સાવધાની રાખવી પડે. આપના કામમાં કોઈને કોઈ રૂકાવટ મુશ્કેલી આવ્યા કરે.

મિથુન : આપના કામમાં આકસ્મિક સાનુકળતા મળી રહેતા કામનો ઝડપથી ઉકેલ લાવી શકો. સીઝનલ ધંધામાં લાભ- ફાયદો જણાય.

કર્ક : દિવસના પ્રારંભથી જ આપે સતત કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહેવાનું થાય, જમીન- મકાન- વાહનના કામ થઈ શકે.

સિંહ : આપના દેશ- પરદેશના કામમાં, આયાત- નિકાસના કામમાં સાનુકૂળતા થતી જાય ભાઈભાંડુનો સહકાર મળી રહે.

કન્યા : આપે આરોગ્યની કાળજી રાખીને કામકાજમાં વ્યસ્ત રહેવું. બેંકના વીમા કંપનીના, શેરોના કામકાજમાં ઉતાવળ કરવી નહીં.

તુલા : આપના કાર્યની સાથે અન્ય કામમાં વ્યસ્ત રહેવાનું બને પરદેશના કામમાં પ્રગતિ જણાય ધર્મકાર્ય થઈ શકે.

વૃશ્ચિક : આપના કાર્યની સાથે બીજું કોઈ કામ આવી જતાં, અન્ય સહકર્મીનું કામ આવી જતાં કાર્યભાર- દોડધામ- શ્રમ વધે.

ધન : દિવસના પ્રારંભે બેચેની જણાય પરંતુ જેમ દિવસ પસાર થતો જાય આપને રાહત થાય. રૂકાવટમાં પડેલ કામ ઉકેલાય.

મકર : આપના કામમાં પ્રતિકૂળતા જણાય નોકરી- ધંધે જાવ તો ઘર- પરિવારની અને ઘરે રહો તો નોકરી- ધંધાની ચિંતા રહ્યા કરે.

કુંભ : આપના યશ- પદ- ધનમાં વધારો થાય તેવું કામકાજ થવાથી આનંદ રહે, અડોશપડોશના કામમાં વ્યસ્ત રહેવું પડે.

મીન : આપના કાર્યમાં સાનુકૂળતા રહે. બેંકના વીમા, કંપનીના, શેરોના કામમાં સરળતા રહે. ધંધામાં આવક જણાય.

- અગ્નિદત્ત પદમનાભ