Astro

વાંચો તમારું 13 સપ્ટેમ્બર 2025 નું રાશિ ભવિષ્ય

By GS TEAM
13 Sep 20251 min read
વાંચો તમારું 13 સપ્ટેમ્બર 2025 નું રાશિ ભવિષ્ય

મેષ : આપે સામાજિક-વ્યવહારિક કામમાં સાવધાની રાખવી પડે. નાણાંકીય લેવડ-દેવડની બાબતમાં આપે ઉતાવળ કરવી નહીં.

વૃષભ : માનસિક પરિતાપ-વ્યગ્રતાને લીધે કામમાં મન લાગે નહીં. વિચારોની અસમંજસતા-દ્વિધા રહ્યા કરે. ઉચાટ જણાય.

મિથુન : આપના ગણત્રી-ધારણા અવળા પડતાં કામકાજમાં મુશ્કેલીનો અનુભવ થાય. આવેશ-ઉશ્કેરાટમાં આવી જવું નહીં.

કર્ક : આપના કામમાં પ્રતિકૂળતા જણાય. સંતાનના પ્રશ્ને માનસિક-પરિતાપ-વ્યગ્રતા રહ્યા કરે. મહત્વના નિર્ણય ન લેવા.

સિંહ : જમીન-મકાન-વાહનના કામમાં આપે ઉતાવળ કરવી નહીં. માતૃ-પિતૃપક્ષે બીમારી-ચિંતાનું આવરણ આવી જાય.

કન્યા : યાત્રા-પ્રવાસ-મિલન-મુલાકાતમાં આપે સાવધાની રાખવી પડે. ભાઈ-ભાંડુવર્ગની ચિંતા અનુભવાય.

તુલા : આપે તન-મન-ધનથી- વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. સામાજિક-વ્યવહારિક કામમાં મુશ્કેલી રહે.

વૃશ્ચિક : જાહેર ક્ષેત્રના કામમાં, સંસ્થાકીય કામમાં આપે ધ્યાન રાખવું પડે. અન્યના ભરોસે રહી કોઈ કાર્ય કરવું નહીં.

ધન : સ્વાસ્થ્યની અસ્વસ્થતાને લીધે કામકાજમાં રૂકાવટ-વિલંબ જણાય. વાદ-વિવાદ-ગેરસમજ- મનદુ:ખથી સંભાળવું પડે.

મકર : પત્ની-સંતાનના પ્રશ્ને આપને ચિંતા-ઉચાટ અનુભવાય. વાણીની સંયમતા રાખીને શાંતિથી કામકાજ કરી લેવું.

કુંભ : નોકરી-ધંધે જાવ તો ઘર-પરિવારની ચિંતા જણાય અને ઘરે રહો તો નોકરી-ધંધાની ચિંતા આપને રહ્યા કરે.

મીન : અડોશ-પડોશમાં તેમજ ભાઈભાંડુ સાથે વાદ-વિવાદ-ગેરસમજ- મનદુ:ખથી સંભાળવું પડે. પરદેશના કામમાં ઉતાવળ ન કરવી.

- અગ્નિદત્ત પદમનાભ