મેષ : આપના રૂકાવટ-વિલંબમાં પડેલા કામનો ધીરે-ધીરે ઉકેલ આવતો જાય પરંતુ સંતાનના પ્રશ્ને આપને ચિંતા-ઉચાટ જણાય.
વૃષભ : આપને કામકાજમાં કોઈ ને કોઈ રૂકાવટનો અનુભવ થાય. આવેશ-ઉશ્કેરાટમાં આવ્યા વગર કામ કરવું.
મિથુન : આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવું કામકાજ થવાથી આનંદ રહે. સંયુક્ત ધંધામાં ભાઈભાંડુવર્ગનો સાથ-સહકાર મળી રહે.
કર્ક : આપના કામમાં સાનુકૂળતા મળી રહે. બેંકના, વીમા કંપનીના શેરોના કામકાજમાં સરળતા જણાય. ધંધામાં લાભ-ફાયદો થાય.
સિંહ : માનસિક પરિતાપ-વ્યગ્રતા છતાં આપના કામમાં વ્યસ્ત રહેવાનો પ્રયાસ કરો. વિચારોની અસમંજસતા-દ્વિધા અનુભવાય.
કન્યા : આપને કામકાજમાં પ્રતિકૂળતા જણાય. ઉતાવળ કરવામાં કામ બગડે. નાણાંકીય લેવડ-દેવડની બાબતમાં સાવધાની રાખવી પડે.
તુલા : આપના કામમાં આકસ્મિક સાનુકૂળતા મળી રહેતાં આપના દોડધામ-શ્રમમાં ઘટાડો જણાય. પરદેશના કામકાજ થઈ શકે.
વૃશ્ચિક : જમીન-મકાન-વાહનના કામકાજમાં આપને સાનુકૂળતા રહે. દિવસ દરમ્યાન કામકાજ અંગે વ્યસ્તતા રહે. ખર્ચ જણાય.
ધન : ધીમે ધીમે આપના કામમાં વ્યસ્ત થતાં જાવ. આયાત-નિકાસના કામમાં, દેશ-પરદેશના કામમાં સાનુકુળતા થતી જાય.
મકર : આપે સીઝનલ-વાયરલ બીમારીથી સંભાળવું પડે. આરોગ્યની કાળજી રાખીને કામકાજ અંગે દોડધામ કરવી.
કુંભ : આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી આપને રાહત રહે. મહત્વના નિર્ણય લેવામાં સરળતા રહે. આનંદ જણાય.
મીન : આપના કાર્યની સાથે બીજું કામ આવી જતાં, અન્ય સહકર્મીનું કામ આવી જતાં આપના કાર્યભાર-દોડધામ-શ્રમમાં વધારો થાય.
- અગ્નિદત્ત પદમનાભ


