વાંચો તમારું 13 જુલાઈ 2025 નું રાશિ ભવિષ્ય
મેષ : આપના કાર્યની સાથે ઘર-પરિવાર, સગા-સંબંધી વર્ગ-નોકર-ચાકરવર્ગના કામકાજ અંગે વ્યસ્તતા-દોડધામ રહે.
વૃષભ : યાત્રા-પ્રવાસ થઈ શકે. જૂના સ્વજન-સ્નેહી, મિત્રવર્ગની આકસ્મિક મુલાકાતથી આનંદ રહે. ભાઈભાંડુનો સાથ મળી રહે.
મિથુન : દિવસના પ્રારંભથી જ આપને સુસ્તી-બેચેની અનુભવાય. તબીયતની અસ્વસ્થતા જેવું લાગ્યા કરે. કામ કરવાની ઈચ્છા થાય નહીં.
કર્ક : આપના અગત્યના કામનો ઉકેલ લાવી શકો. અન્યનો સાથ-સહકાર મળી રહે. મહત્વના નિર્ણય લેવામાં સરળતા રહે.
સિંહ : આપના કાર્યની સાથે સાસરી પક્ષ-મોસાળ પક્ષના કામમાં વ્યસ્તતા-દોડધામ જણાય. આકસ્મિક ખર્ચ-ખરીદી જણાય.
કન્યા : આપની મહેનત-બુદ્ધિ-અનુભવ- આવડતથી આપના કામનો ઉકેલ લાવી શકો. સંતાનના પ્રશ્ને ચિંતા-પરેશાની ઓછા થાય.
તુલા : આપ હરો-ફરો-કામકાજ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ-રાહત જણાય નહીં. ઘર-પરિવારની ચિંતા રહ્યા કરે.
વૃશ્ચિક : અડોશ-પડોશના, ભાઈભાંડુના કામકાજ અંગે વ્યસ્તતા જણાય. નોકર-ચાકર વર્ગનો સાથ-સહકાર મળી રહે.
ધન : આપના કાર્યની સાથે કૌટુંબિક-પારિવારીક કામમાં આપે વ્યસ્ત રહેવાનું બને. કામનો ઉકેલ આવતા આનંદ રહે.
મકર : આપના ગણત્રી-ધારણા પ્રમાણેનું કામકાજ થવાથી આનંદ અનુભવો. ઈચ્છિત વ્યક્તિ સાથે મિલન-મુલાકાત થઈ શકે.
કુંભ : આપે વાદ-વિવાદ-ગેરસમજ- મનદુ:ખથી સંભાળવું પડે. આરોગ્યની કાળજી રાખવી. આંખોમાં દર્દ-પીડા અનુભવાય.
મીન : સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જવાથી આવક જણાય. આપના કાર્યની કદર-પ્રશંસા થવાથી આનંદ થાય.
- અગ્નિદત્ત પદમનાભ