મેષ : રાજકીય-સરકારી કામકાજ અંગેની મિલન-મુલાકાત થઈ શકે. આપના ધાર્યા પ્રમાણેનું કામકાજ થવાથી આનંદ રહે.
વૃષભ : આપના કાર્યની સાથે બીજું કામ આવી જતાં, અન્ય સહકર્મીનું કામ આવી જતાં આપના કાર્યભાર-દોડધામમાં વધારો થાય.
મિથુન : પરદેશના કામકાજ અંગેની મિલન-મુલાકાત થઈ શકે. પરંતુ ઉતાવળ કરવી નહીં. વાણીની સંયમતા રાખીને કામ કરવું.
કર્ક : આપ હરો-ફરો કામકાજ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ રાહત જણાય નહીં. કામકાજમાં રૂકાવટ અનુભવાય.
સિંહ : આપના કામમાં ઉપરીવર્ગ-સહકાર્યકરવર્ગ-નોકર-ચાકર વર્ગનો સાથ-સહકાર મળી રહે. પરદેશના કામ થઈ શકે.
કન્યા : આપના કામકાજમાં સાનુકૂળતા મળી રહે. સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જાય. આવક જણાય.
તુલા : માનસિક પરિતાપ-વ્યગ્રતા થતાં આપનાં કામમાં વ્યસ્ત રહેવાનો પ્રયાસ કરો. વિચારોની અસમંજસતા-દ્વિધા અનુભવાય.
વૃશ્ચિક : આપે કોર્ટ-કચેરીના કામમાં ઉતાવળ કરવી નહીં. બેંકના-વીમા કંપનીના કામમાં, શેરોના કામમાં મુશ્કેલી જણાય.
ધન : આપના કાર્યની કદર-પ્રશંસા થવાથી આપને આનંદ જણાય. પરદેશના કામકાજમાં સાનુકૂળતા મળી રહે.
મકર : દિવસના પ્રારંભથી જ આપે સતત કામને પૂર્ણ કરવા માટે દોડધામ-કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહેવું પડે. શ્રમ કરવા પડે. ખર્ચ જણાય.
કુંભ : નોકરી-ધંધાના કામકાજ અંગે આપે બહાર કે બહારગામ જવાનું બને. ભાઈભાંડુ વર્ગનો સહકાર મળી રહેતાં રાહત જણાય.
મીન : દિવસના પ્રારંભથી જ આપને સુસ્તી-બેચેની અનુભવાય. તબિયતની અસ્વસ્થતા જણાય. કામકાજ કરવાની ઇચ્છા થાય નહીં.
- અગ્નિદત્ત પદમનાભ


